ધ્રાંગધ્રા રાજચરાડી ગામે પ્રાથમિક શાળાની તાળાબંધી મામલે જિલ્લા કલેકટરે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી બાદ તાળાબંધી ખોલવામાં આવી - At This Time

ધ્રાંગધ્રા રાજચરાડી ગામે પ્રાથમિક શાળાની તાળાબંધી મામલે જિલ્લા કલેકટરે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી બાદ તાળાબંધી ખોલવામાં આવી


સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે આવેલી પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ દ્વારા પોતાની મનમાની ચલાવતા હોવાની ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈ છતાં કોઈ કાર્યવાહી નહી કરતા અંતે ગઈકાલે શાળાને તાળાબંધી કરવામાં આવી હતી જેમાં આજરોજ સવારે જિલ્લા કલેકટર દ્વારા ગ્રામજનો સાથે બેઠક કરીને યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપતા અંતે તાળાબંધી ખોલવામાં આવી હતી ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે આવેલી પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ દ્વારા પોતાની મનમાની ચલાવતા હોવાની વારંવાર ગ્રામજનો દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈ છતાં પ્રિન્સીપાલની કોઈ કાર્યવાહી નહી કરતા અંતે ગઈ કાલે SMC ના સભ્યો તથા સરપંચ સહિત સમગ્ર ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરી જ્યાં સુધી પ્રિન્સીપાલની કાયમી બદલી નહિ થાય ત્યાં સુધી તાળાબંધી રાખવાની ચીમકી ઉચ્ચારી હતી જેમાં આજરોજ સવારે જિલ્લા કલેકટર કે સી સપટ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર ગોહિલ, રાજચારડી પ્રાથમિક શાળા જખઈના સભ્યો ગ્રામજનો સાથે બેઠક યોજાઇ હતી જેમાં જિલ્લા કલેકટર દ્વારા શાળાના પ્રિન્સિપલ જતીનકુમાર કાંતિલાલ પટેલ બદલી કરી આપવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી ત્યારે ગ્રામજનો તથા જખઈ ના સભ્ય સરપંચ દ્વારા રાજચરાડી પ્રાથમિક શાળા ની તાળા બંધી ખોલવામાં આવી હતી અને આજથી શાળા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.