રૈયોલી મહિલા વંદન ઉત્સવ ઉજવણી અંતર્ગત મહિલા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

રૈયોલી મહિલા વંદન ઉત્સવ ઉજવણી અંતર્ગત મહિલા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું


આદર્શ ગામ યોજના વિશે પણ માહિતી મેળવી

આદર્શ ગામ યોજના માં મહિલાઓનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી

રૈયોલી(ડાયનાસોર) ગામની ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મહિલા વંદન ઉત્સવ ઉજવણી અંતર્ગત મહિલા ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ જેમા સભા ના અધ્યક્ષ - ગીતાબેન વણકર
ઇ/ચા સભ્યસચિવ- શારદાબેન મહેરા. તેમજ ગામની મહિલાઓ હાજર રહી હતી અને ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની મહિલાલક્ષી જલ કલ્યાણકારી યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી નો લાભ લેવા માટે સભાના અધ્યક્ષ શ્રી અપીલ કરી હતી અને મહિલાઓને લગતી નીચે મુજબની મહિલાલક્ષી યોજનાઓની મુદ્દાસર ચર્ચાઓ કરવામાં આવી હતી

મહિલાઓના ઉત્કર્ષ માટેની યોજનાઓ
ચિરંજીવી યોજના
માતૃ વાત્સલ્ય
મા અમૃતમ
જનની સુરક્ષા
સખી મંડળ
મિશન મંગલમ
મહિલા ડેરી
મહિલા સહકારી મંડળી
મહિલા ખેડૂત પિયત મંડળી
મહિલા બચત ધિરાણ મંડળી
વિગેરે
આજની આ સભા મા રૈયોલી પંચાયતના તમામ મહિલા સભ્ય મહિલા સરપંચ મહિલા ડેપ્યુટી સરપંચ તેમજ મહિસાગર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને પત્રકાર છત્રસિંહ ચૌહાણ તેમજ સરપંચ શ્રી ના પ્રતિનિધિ કે કે વણકર તેમજ ગ્રામ પંચાયતના વિસી શૈલેષભાઈ મહેરા તેમજ આંગણવાડીની બહેનો સખી મંડળની બહેનો તેમજ આશાવર્કરો સર્વે હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.