1414 પશુપાલકોએ પરમીટ માંગી : નવી દંડ નીતિ અમલી
રાજકોટમાં નવા પશુ ત્રાસ અટકાવ નિયંત્રણ અધિનિયમ-2023નો અમલ શરૂ થઇ ગયો છે. તા.31 સુધીમાં રાજકોટમાં 1414 માલધારીએ પરમીટ અને લાયસન્સ માટેની અરજી કરી છે. કુલ 86રપ પશુ રાખવા માટેની જગ્યા હોવાની અરજી આવતા એએનસીડી દ્વારા તબકકાવાર સરનામા પરથી સ્થળ તપાસ શરૂ કરવામાં આવશે અને તે બાદ પરમીટ ઇસ્યુ કરવામાં આવશે તેમ ડો.જાકાસણીયાએ જણાવ્યું હતું.
આજથી નવા નિયમનો અમલ શરૂ થઇ ગયો છે. રસ્તેથી કોઇ ઢોર પકડાય અને માલધારી પાસે પશુ રાખવાની જગ્યા ન હોય તો આ પશુ હવે છોડવામાં નહીં આવે. આ ઉપરાંત જો જગ્યા ઉપલબ્ધ હશે અને પશુ રસ્તેથી પકડાશે તો ત્રણ ગણા સુધીનો દંડ લેવાનો નિયમ પણ આજથી અમલમાં આવી ગયાનું મનપાએ જાહેર કર્યુ છે. એકંદરે નવા નિયમો જાહેર કર્યા બાદ આજે ફરી સમાજના આગેવાનો દ્વારા પણ નિયમો અંગેની માહિતી વધુ એક વખત જાહેર કરવામાં આવી છે.
તા. 1/1/24 થી ગાઈડ લાઇન મુજબ જેનું રજીસ્ટર બાકી છે તેને પરમિટના પાંચ ગણા પૈસા ભરવાના હોય તો ગાય દીઠ હજાર રૂપિયા ભરવાના રહેશે.
જેની પાસે માલિકીની જગ્યા હોય જેનો આધાર પુરાવો કમ્પલેટ હોય એ લોકોએ રજીસ્ટર કરાવવું અને માલિકીની જગ્યા ન હોય તો એ લોકોએ પૈસા ભરવા નહીં જેથી પુરાવા ન હોય ને તેના પૈસા ભરીએ તો પણ કોર્પોરેશનમાં રિફંડની કોઈ શક્યતાઓ નથી. તેથી ટૂંક સમયમાં નવી એનિમલ હોસ્ટેલની જે મંજૂરી મળેલ છે તે માલધારીએ અરજી કરી અને એનિમલ હોસ્ટેલમાં જવું.
60 ફૂટ એટલે 6:30 વાર એક પશુની જગ્યા હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ હોય તો એની માપણી કરી પરમિટ આપવામાં આવશે આ મુદ્દાઓ પશુપાલકોએ અવગણવા નહીં.
ખાસ કરીને ભરવાડ સમાજના આગેવાનો અને કમિશનર વચ્ચે જ્યારે બેઠક થઈ ત્યારે ચાર નવી એનિમલ હોસ્ટેલ ફાળવવાની ખાતરી આપેલ હતી તે હોસ્ટેલ મોટા મવા, લક્ષ્મીનો ઢોરો, કોઠારીયા, રૈયાધાર, મવડી, રોણકીની હોસ્ટેલનું કામ શરૂ થઈ ગયેલ છે જેની તુરંત ફાળવણી કરવામાં આવશે તેમ અગ્રણી રણજીત મુંધવાએ જણાવ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.