પોરબંદરની યુવતી સાથે મિત્રતા હોવાનો ખાર રાખી રાજકોટના યુવાનને ઘરેથી ઉઠાવી ગોંડલ ખાતે માર મારી છોડી દેવાયો, પોલીસ તપાસ શરૂ - At This Time

પોરબંદરની યુવતી સાથે મિત્રતા હોવાનો ખાર રાખી રાજકોટના યુવાનને ઘરેથી ઉઠાવી ગોંડલ ખાતે માર મારી છોડી દેવાયો, પોલીસ તપાસ શરૂ


રાજકોટ શહેરના ગોકુલધામ આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં યુવાનને પોરબંદરની એક યુવતી સાથે મિત્રતા હોઇ તેનો ખાર રાખી યુવાનનું ગઇકાલે રાત્રે તેના નાના ભાઇની નજર સામે જ પુનિતનગર વિસ્‍તારમાં રહેતાં અને નામચીનની છાપ ધરાવતાં શખ્‍સોએ ફોર્ચ્‍યુનર કારમાં અપહરણ કરી ગોંડલ પાસે લઇ જઇ ધોકા-પાઇપથી માર મારી છોડી મૂકતાં યુવાન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. પોરબંદરના શખસોએ પોતાનું હવાલો દઇને અપહરણ કરાવ્‍યાનું મુક્‍ત થયેલા યુવાને પોલીસ સમક્ષ જણાવ્યું હતું. હાલ માલવીયાનગર પોલીસે પુનિતનગર પાણીના ટાંકા વિસ્‍તારના પાંચ અને બે અજાણ્‍યા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.