હળવદ એક્સિડન્ટ ઘટાડવા ના શુભ આશય થી હાઇવે પર ના ગૌવંશો ને ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા - At This Time

હળવદ એક્સિડન્ટ ઘટાડવા ના શુભ આશય થી હાઇવે પર ના ગૌવંશો ને ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા


હળવદ હાઇવે પર છેલ્લા ઘણા સમય થી વાહન અકસ્માત ની ઘટનાઓ સામે આવે છે જેમાં ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારા માં નજર માં નો આવવાનાં કારણે ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ગૌવંશ પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે અને અમુક કિસ્સાઓ માં મૃત્યુ પણ થતું હોય છે ત્યારે હળવદ ના ગૌ સેવકો દ્વારા ૨૦૦ ગૌવંશ અને અબોલ પશુઓ કે જે હાઇવે પર અથવા હાઇવે આપસાસ ની સોસાયટી વિસ્તાર માં હોઈ તેવા ગૌવંશ ને ગોતી ગોતી ને તેમના ગળા માં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા જેથી રાત્રી ના અંધારા માં દૂર થી જ વાહન ચાલક ને ખબર પડે કે આગળ કઈક છે એટલે તેઓ સંભાળી ને વાહન ચલાવે જેથી કોઈ ગંભીર અકસ્માત થતાં અટકે જેથી વાહન ચાલક અને ગૌવંશ બંને ઘાયલ થતાં બચે અને જીવ પણ ગુમાવવો નો પડે ત્યારે હળવદ એ કચ્છ અને અમદાવાદ ને જોડતા હાઇવે પર નું ગામ હોઈ ત્યારે પ્રતિ દિન હજારો ની સંખ્યા માં વાહનો આ હાઇવે પર થી પસાર થતા હોય છે ત્યારે આ રેડિયમ બેલ્ટ બાંધવાની જુંબેસ થકી આવનારા સમય માં વાહન અકસ્માત ની ઘટનાઓ ઓછી બનશે ત્યારે આખો દિવસ કામ કાજ માં રોકાયેલ યુવાનો રાત્રી ના સમયે પણ આ ભગીરથ સેવા કાર્ય માં જોડાયા હતા અને આ રેડિયમ બેલ્ટ બાંધવાની પ્રક્રિયા માં અન્ય કોઈ ને પણ અડચણ નો ઊભી થાય તેની તકેદારી રાખી મોડી રાત્રિ સુધી આ અભિયાન નિઃસ્વાર્થ ભાવે ચલાવનાર તમામ ગૌ સેવકો ને શહેર તથા આસપાસ ના વિસ્તાર ના લોકો બિરદાવી રહ્યા છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.