શ્રી અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત 'શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)' ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન 'શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ માટે તથા વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે પરીચય મેળો - At This Time

શ્રી અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ માટે તથા વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે પરીચય મેળો


શ્રી અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત 'શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)' ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન 'શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ માટે તથા વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે પરીચય મેળો

સમગ્ર વિશ્વમાંથી અંદાજે ર૦૦ લગ્નોત્સુક રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે.

રાજકોટ રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી દ્વારા ૨૩ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક 'રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર' ચલાવવામાં આવે છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન 'શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ તેમજ ફોરેન જવા માંગતા ઉમેદવારો માટે 'પરીચય મેળા' નું આયોજન તા.૦૫/૦૧/૨૦૨૫, રવીવારનાં રોજ સાંજે ૬-૦૦ કલાકેથી કરાયું છે. ઉમરના મેચીંગ ગ્રુપ પ્રમાણે દરેક ઉમેદવારને ઓનલાઈન પી.ડી.એફ. ફાઈલ વ્હોટસએપમાં મળી જશે. પી.ડી.એફ. ફાઈલ તૈયાર કરવાની હોવાથી નિઃશુલ્ક રજીસ્ટ્રેશન તા.૩૦/૧૨/૨૦૨૪, ગુરૂવાર સુધીમાં કરી દેવું ફરજીયાત છે. નિઃશુલ્ક 'શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ તેમજ ફોરેન જવા માંગતા ઓનલાઈન પંસદગી સમારોહ" માં ભાગ લેવા માટે વોટસએપ પર બાયોડેટા મોકલવા માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), સંજયભાઈ કકકડ (મો.૯૧૫૭૩ ૪૩૭૯૯) પર તા. ૩૦/૧૨/૨૦૨૪, ગુરૂવાર સુધીમાં ફોરેન લખી મોકલી આપવા વિનંતી કરાઈ છે. આ ઓનલાઈન પરીચય મેળામાં સમગ્ર વિશ્વમાંથી અંદાજે ૨૦૦ લગ્નોત્સુક રઘુવંશી યુવક-યુવતીઓ ભાગ લેશે.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં લાખો રઘુવંશીઓનાં શૈક્ષણીક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહીતનાં ક્ષેત્રોમાં પ્રગતી માટે એક દશકાથી વધારે સમયથી જુનાગઢના ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાનાં અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાનાં માર્ગદર્શનમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના સેવારત છે. યુવક-યુવતીઓ 'લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ' અચુક કરાવે અને તેના થકી આગામી વર્ષોમાં 'થેલેસેમીયા મુકત રઘુવંશ, થેલેસેમીયા મુકત સમાજ' બને, તથા કુમળા ફુલ જેવા બાળકો મોતના મુખમાં જતા અટકે તેવા ઉમદા, પવિત્ર આશયથી હવેથી થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેને જ નિઃશુલ્ક શ્રી રઘુવંશી વેવિશાળ માહીતી કેન્દ્ર માં પ્રવેશ અપાઈ રહયો છે. વેવિશાળ માહિતી-માર્ગદર્શન અપાય છે. આ નિયમનું અત્યંત કડક અમલીકરણ કરાઈ રહયું છે.
શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત 'શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ના ઉપક્રમે શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ તેમજ ફોરેન જવા માંગતા ઉમેદવારો યુવક-યુવતીઓ માટે ઓનલાઈન 'શ્રી રઘુવંશી ફોરેન પરીચય મેળા' ને સફળ બનાવવા માટે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટનાં પ્રમુખ મિતલ ખેતાણી, સલાહકાર સમિતીના અધ્યક્ષ અને પૂર્વ મેયર જનકભાઈ કોટક, સૌરાષ્ટ્ર-કચ્છની યુવા પાંખના અધ્યક્ષ કલ્પેશ હરીશભાઈ પલાણ, દિપકભાઈ રાજાણી, ગૌરાંગભાઈ ઠકકર, મહામંત્રીઓ સંજયભાઈ કકકડ અને કનુભાઈ હિંડોચા, થેલેસેમીયા સમિતીનાં જીતુલભાઈ કોટેચા, બાલાભાઈ સોમૈયા, ધર્મેશભાઈ કકકડ, રાજકોટ યુવા પાંખના અધ્યક્ષ હિરેન વડેરા, ચેતનભાઈ ગણાત્રા, રાજેશભાઈ કારીયા, હિરેનભાઈ મહેતા, દિલીપભાઈ કુંડલીયા, નીતીનભાઈ ભુપતાણી, પાર્થ ધામેચા, મિત્સુ ઠકરાર સહિતનાં જહેમત ઉઠાવી રહયાં છે.
'શ્રી રઘુવંશી ઓનલાઈન ફોરેન પરીચય મેળા'ની વિશેષ માહિતી માટે મનુભાઈ મીરાણી (મો.૯૪૨૮૪ ૬૬૬૬૩) પર બપોરે ૧૨-૦૦ થી ૧-૦૦ દરમ્યાન સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.