પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં હનુમાન જન્મોત્સવ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં હનુમાન જન્મોત્સવ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી


પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં હનુમાન જન્મોત્સવ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

આજરોજ તારીખ ૨૩/૦૪/૨૦૨૪ ને મંગળવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં હનુમાન જન્મોત્સવ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજના આ પવિત્ર દિવસે સવારે જગ્યામાં મારૂતિયજ્ઞનું અને બપોરે ૩:૦૦ વાગ્યા થી ૧૦૮ અખંડ હનુમાન ચાલીસા પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં અને પાઠમાં જગ્યાના મહંત નિર્મળાબા,ભયલુબાપુ,ગાયત્રીબા,દિયાબા અને બાળ ઠાકર પૃથ્વીરાજબાપુ સહિત ખુબ મોટી સંખ્યામાં ઠાકરના સેવકો વિહળ પરિવાર અને ગામના સૌ નગરજનો ખુબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા આ પર્વ નિમિત્તે જગ્યાની અત્યાધુનિક ગૌશાળા શ્રી બણકલ ગૌશાળામાં ગાયોને ૨૫ મણ લાપશી ખવડાવવામાં આવી હતી અને જગ્યામાં સૌ કોઈએ હનુમાન જન્મોત્સવ ઉત્સવ ને ઉજવી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી.

અહેવાલ કનુભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.