બોટાદ જિલ્લાના તમામ આઉટસોર્સીંગ કર્મચારીઓ, ૧૧ માસના કરાર આધારીત કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
બોટાદ જિલ્લાના તમામ આઉટસોર્સીંગ કર્મચારીઓ, ૧૧ માસના કરાર આધારીત કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
ગુજરાત સરકાર અંતર્ગત આઉટસોર્સ તેમજ ૧૧ માસના કરાર આધારીત કર્મચારીઓને કાયમી તેમજ પટ્ટાવાળા, ડ્રાઈવરો, સફાઈ કર્મચારી, અશંકાલીન કર્મચારી, VCE, શિક્ષણ વિભાગ જિલ્લા પંચાયતના આઉટસોર્સ કર્મચારીઓ,પાણી પુરવઠા વિભાગ, વગેરે સાથે ભેદભાવ રાખવા આવેદનપત્ર આપવામાં આવ્યું.
બોટાદ જિલ્લાઓના આઉટસોર્સિંગના કર્મચારીઓને સરકારશ્રી દ્વારા એજન્સી મારફત ચૂકવવામાં આવતું વેતન જો ડાયરેકટ આઉટસોર્સિંગના કર્મચારીઓના ખાતામાં DBT મારફતે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ચૂકવણું થાય તેવું અમારી નમ્ર વિનંતી છે.
સરકારશ્રીનું બીજું અન્ય કામ કે ચૂંટણીની કામગીરી, સેવાસેતુ કોરોનાની કામગીરી, તથા કુદરતી આફત / વાવાઝુડા જેવી વગેરે ગુજરાત સરકારશ્રી ની અન્ય બીજી કામગીરી સોંપવામાં આવે છે તે પણ અમો કરીએ છીએ છે તેમ છતાય છેલ્લા કેટલાક વર્ષોથી પગારમાં એક પણ રૂપિયાનો વધારો થયો નથી.
ઉપરોકત માંગણીઓ રજુઆતો તાઃ ૨૭/૦૯/૨૦૨૨ સુધીમાં ધ્યાને નહીં લેવામાં આવે તો હડતાળ ફરી શરૂ કરવામાં આવશે. અને પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જે આપ સાહેબશ્રીને જાણ વિનંતી
આમ કર્મચારીઓ દ્વારા ચિમકી આપવામાં આવી હતી.
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.