એટલાન્ટિસમાં ત્રણ યુવક ભડથું થવાના મામલામાં એસોસિએશન જવાબદાર - At This Time

એટલાન્ટિસમાં ત્રણ યુવક ભડથું થવાના મામલામાં એસોસિએશન જવાબદાર


મનપાએ આપેલી માહિતી પરથી એસોસિએશનની જવાબદારી નક્કી થઇ

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર બિગબજારની સામે આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે લાગેલી આગમાં ત્રણ યુવકનાં મોત નીપજ્યા હતા, અા ઘટનાને અઠવાડિયું વીતી ગયું છે છતાં પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી નહી કરતાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના માટે એટલાન્ટિસ એપાર્ટમેન્ટનું એસોસિએશન જવાબદાર હોવાનો ધડાકો તપાસમાં થયો છે, એસોસિએશનમાં કોઇ એક વ્યક્તિ માત્ર જવાબદાર છે કે તમામ સભ્યો તે બાબત સોમવાર સુધીમાં સ્પષ્ટ થઇ જશે અને તે સાથે જ આ મામલે જવાબદાર સામે ગુનો નોંધાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image