*પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની વેરાવળ શહેરના વિવિધ વોર્ડની પ્રત્યક્ષ મુલાકાત લઇ ગટર વ્યવસ્થા અને કચરાના નિકાલની વ્યવસ્થા ચકાસી* - At This Time

*પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની વેરાવળ શહેરના વિવિધ વોર્ડની પ્રત્યક્ષ મુલાકાત લઇ ગટર વ્યવસ્થા અને કચરાના નિકાલની વ્યવસ્થા ચકાસી*


*પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની વેરાવળ શહેરના વિવિધ વોર્ડની પ્રત્યક્ષ મુલાકાત લઇ ગટર વ્યવસ્થા અને કચરાના નિકાલની વ્યવસ્થા ચકાસી*
--------
*ગટરના પાણીના નિકાલ માટે ગટરમાંથી કચરાની સફાઈ તથા ગટર ચોખ્ખી કરવા માટે ૧૧ વોર્ડમાં ૧૧ ટીમો બનાવી તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે*
-------
*નગરપાલિકાના કચરાના નિકાલમાં કસૂરવાર કોન્ટ્રાક્ટરોને નોટિસ પાઠવી આવતીકાલે રૂબરૂ હાજર થવા ફરમાન*
---------

જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રિ- મોન્સૂન કામગીરીના ભાગરૂપે આજે વેરાવળ શહેરના વિવિધ વોર્ડની રૂબરૂ સ્થળ મુલાકાત લઈને ગટર વ્યવસ્થા, કચરાના નિકાલની વ્યવસ્થાઓ ચકાસી હતી.

કલેકટરશ્રીએ આજે આકરાં તડકામાં વેરાવળ શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યા ન સર્જાય અને તેના લીધે લોકોને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વોર્ડ નંબર બે, ત્રણ, ચાર, પાંચ, પટણી ગેટ, પાટણ બાયપાસ રોડ નાના કોળીવાડા સહિતના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને પાણીના ગટરની વ્યવસ્થા તથા કચરાની વ્યવસ્થા ચકાસી કોઈપણ જગ્યાએ પાણી ન ભરાય તે માટે ઉપસ્થિત અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે સૂચના આપી હતી.

આ માટે કલેક્ટરશ્રીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને ૧૧ વોર્ડમાં ૧૧ ટીમ બનાવીને દરેક જગ્યાએ જેસીબી, ટ્રેક્ટર સહિતની વ્યવસ્થાઓ ગોઠવી તાત્કાલિક ધોરણે ગટરોને ચોખ્ખી કરી તેને ખુલ્લી કરવા અને પાણીનો માર્ગ સાફ કરવા માટેની સૂચનાઓ આપી હતી.

કલેકટરશ્રીએ ગટરના પાણીના જવાની ગટર વ્યવસ્થામાં અવરોધરૂપ જગ્યાઓએ તાત્કાલિક સફાઈ કરવા તથા માર્ગમાં આવતા વીજળીના થાંભલાઓને હટાવવા માટે વીજ વિભાગના અધિકારીઓના સૂચના આપી હતી.

સમગ્ર વોર્ડની રૂબરૂ મુલાકાત લીધા બાદ કલેક્ટરશ્રીએ વેરાવળ ખાતે આવેલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે ઉપસ્થિત અધિકારીઓને આ અંગે વોર્ડવાઇઝ ટીમ બનાવી જરૂરી સાધન સરંજામ સાથે તાત્કાલિક ગટરની સફાઈ કરવામાં આવે અને ચોમાસા દરમિયાન શહેરમાં કોઈપણ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ના આવે તે માટે યુદ્ધના ધોરણે કામ કરવા માટે તાકીદ કરી હતી.

કલેકટરશ્રીએ ઉપસ્થિત નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓનીને આ કામગીરી ઝડપથી થાય અને શહેરને ચોખ્ખું રાખવા માટેની વ્યવસ્થામાં સહભાગી થવા ઈજન કર્યું હતું.

કલેક્ટરશ્રીએ તેમની આ સ્થળ મુલાકાત દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ઈ-વ્હિકલ દ્વારા ગાર્બેજ કલેક્શન કરવાનું હોવા છતાં ટ્રેક્ટર દ્વારા ગાર્બેજ કલેક્શન કરવામાં આવે છે તેવું ધ્યાને પડતા અને આ રીતે સરકારી ધારાધોરણોનો તથા શરતોના ભંગ બદલ નોટિસ પાઠવી આવતીકાલે રૂબરૂ હાજર થવા ફરમાન કર્યું છે.

કલેકટરશ્રીની આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ આલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી સુનિલ મકવાણા, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ચેતન ડૂડિયા, વેરાવળ શહેર મામલતદાર શ્રી શામળા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
--------


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.