ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં જિલ્લા કલેક્ટર કચેરીના કર્મચારીઓ માટે એક્સિડેન્ટલ પોલીસીની યોજનામાં ખાતા ખોલવામાં આવ્યા. - At This Time

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં જિલ્લા કલેક્ટર કચેરીના કર્મચારીઓ માટે એક્સિડેન્ટલ પોલીસીની યોજનામાં ખાતા ખોલવામાં આવ્યા.


અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીકની પ્રેરણાથી આવકારદાયક પહેલ.

પોસ્ટ વિભાગની બેન્કિંગ ચેનલ હેઠળ વર્ગ ચાર ના કર્મચારીઓના એક્સિડેન્ટલ પોલીસીની યોજનામાં ખાતા ખોલવામાં આવ્યા.
અરવલ્લી વહીવટી તંત્ર પોતાના કર્મચારીઓ માટે હંમેશા સંવેદનશીલ.
અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન અને પ્રેરણાથી
કલેક્ટર કચેરી ખાતે પોસ્ટલ વિભાગ તરફથી કલેકટર કચેરીના વર્ગ -૪ ના દરેક કર્મચારીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની એક્સિડેન્ટલ પોલીસીની યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.જેના અંતર્ગત પોસ્ટ વિભાગ માત્ર 555 પ્રતિ વર્ષ ના પ્રીમિયમ માં 10 લાખ નું જોખમ તથા 755 માં 15 લાખ નું જોખમ આપે છે. તથા 1 લાખ નું આકસ્મિક મેડીક્લેઈમ પણ મળવાપાત્ર છે.એક્સિડેન્ટલ પોલિસી લેવા માટે કલેકટર કચેરીના કર્મચારીઓ જોડાયા હતા.

જેના ભાગરૂપે જેના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટરશ્રી જસવંતભાઈ જેગોડા ની આગેવાની હેઠળ આજે ૯૯ થી ૧૦૦ જેટલા વર્ગ-૪ ના કર્મચારીઓની એકસીડેન્ટલ પોલીસી લેવામાં આવી ,આનંદની વાત એ છે કે વર્ગ ૪ ના તમામ કર્મચારીઓની પોલીસી કલેકટર કચેરીના અધિકારીઓના સહીયારા કોન્ટ્રીબ્યુશન થી લેવામાં આવી.નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા જણાવ્યું હતું કે કર્મચારીઓ પોતાની કામની ફરજ સાથે સામાજિક અને પારિવારિક ફરજમાં પણ સારી રીતે નિભાવી શકે તે હેતુથી આ સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે.અરવલ્લી વહીવટી તંત્ર આવા અનેક કાર્યકર્મો થકી કર્મચારીઓ પ્રત્યે હંમેશા સંપૂર્ણ સવેદનશીલ છે.

બાઈટ -
જે.કે.જેગોડા,
નિવાસી અધિક કલેકટરશ્રી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.