ખેડૂતો ના ખેતર માં ઉભાપાકમા વિજપોલ ઉભા કરતી કંપની સામે જિલ્લા કલેક્ટર ને રજુઆત - At This Time

ખેડૂતો ના ખેતર માં ઉભાપાકમા વિજપોલ ઉભા કરતી કંપની સામે જિલ્લા કલેક્ટર ને રજુઆત


*લીંબડી તાલુકાના ગામો માં ખેડૂતો ના ખેતર માં બળજબરી પૂર્વક પોલ ઉભા કરતી કંપની*

*રાજુભાઈ કરપડા ની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર ને રજુઆત*

વીજ કંપનીની દાદાગીરી સામે ખેડૂતો નો હુંકાર..! આજે જોવા મળેલ હતો ત્યારે ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે ખેડૂત આગેવાનો ને સાથે રાખી રજુઆત કરવા આવી પહોચ્યાં હતા

*લીમડી તાલુકાના ગામોમાં પોલીસને સાથે રાખી ખાનગી વીજ કંપની બળજબરી પૂર્વક ખેડૂતના ખેતરમાં ઘૂસી ઉભાપક માં નુકસાન પહોંચાડી કામ કરી છે ત્યારે વીજ કંપનીની દાદાગીરી અને બંદોબસ્તમાં આવેલી પોલીસ ખેડૂતના ખેતરો નો કબજો લઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને સાંજ સુધીમાં કામ બંધ કરાવી દેવા "આપ" નેતા રાજુભાઈ કરપડા દ્વારા રજૂઆત કરવામાં આવી..! આ તકે મયુરભાઈ સાકરીયા, દેવકરણભાઈ જોગરાણા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો ને સહમતી વગર વિજ કંપની પોલ ઉભા કરવા માટે પોલીસ નો ઉપયોગ કરી ખેડૂતો ઉપર ધાકધમકી થકી કોઈ જમીન સંપાદન વગર કામ કરી રહી છે અને ઉભા પાકમાં ખેડૂતો ને મોટું નુકસાન પહોચાડી રહી છે ત્યારે કલેક્ટર ને રજુઆત કરવામાં આવી હતી

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.