પહેલ:સુઈગામના નેસડા(ગો)ગામે હિન્દુ હૈર સલૂનનું ઉદ્ઘાટન,સર્વે જાતિ સાથે હવે દલિત સમાજના વાળ દાઢી કરાશે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા એવા સુઈગામ તાલુકાના ઘણા બધા ગામોમાં દલિત સમાજના ભાઈઓના વાળ કાપવા તેમજ દાઢી કરવા કરવા કોઈ ગામના નાઈ તૈયાર નહોતા, દલિત સમાજના વાળના કાપવા એ પરંપરા વર્ષોથી ચાલી આવતી હતી, જો કોઈ તૈયાર થાય તો તેમને ધંધા ઉપર માઠી અસરો થવાના ડરથી દલિત સમાજના વ્યક્તિઓના વાળ,દાઢી કરવા કોઈ તૈયાર નહોતું થતું, એટલે દલિત સમાજના વ્યક્તિઓને જાતે વાળ દાઢી કરવા પડતા અથવા દૂર શહેરમાં અજાણ્યા નાઈઓ પાસે વાળ દાઢી કરાવવા જવું પડતું, જયારે આજે સુઈગામ તાલુકાના નેસડા (ગોલપ) ગામના દશરથભાઈ માનસેંગભાઈ નાઈએ પહેલ કરી દલિત સમાજ સહીત તામામ સમાજના વાળ કાપવાના અને દાઢી કરવા માટે "હિન્દુ હૈર સલૂન" નામની દુકાનનું રીબીન કાપી ઓપનિંગ કરવામાં આવ્યું હતું.
આજે નેસડા (ગોલપ) ગામે "હિન્દુ હૈર સલૂન" નામની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે દલિત સમાજ અને ગામના તમામ સમાજના અગ્રણીઓ, શિવનગર દુધ મંડળીના મંત્રી વિક્રમભાઈ રાજપુત, તાલુકા ડેલિગેટ માદેવભાઈ રાજપુત, દલીત અગ્રણી રાણાભાઇ મણવર, ભરતભાઈ માવજી રાઠોડ, ભરતભાઈ રાઠોડ,ઓખાભાઈ રાજપુત, મફાભાઈ રાઠોડ, વેરસીભાઈ રાઠોડ (પત્રકાર)અને જે દલિત સમાજને મનુષ્ય માત્ર એક સમાન ગણતા ભાઇચારા, સમાનતા અને માનવતાની દ્રષ્ટિ જેમના પરિવારમાં છે,ત્યારે આ સરાહનીય અને પ્રશંસા પાત્ર કામ કરવા દશરથભાઈ નાઈ સાથ સહકાર આપી "હિન્દુ હૈર સલૂન" નામની દુકાન ચાલુ કરવાનો અને વંદનીય, સરાહનીય કામ કરવાનો ઇતિહાસના પાને લખાય એવો શ્રેયઆ જે ગ્રામજનો જેમને પટેલ તરીકેની પદવીથી ઓળખાતા એવા માલાભાઈ ગણેશજી રાજપુતના ફાળે જાય છે, અને આવું વંદનીય અને સરાહનીય કાર્ય કરવા દશરથભાઈ નાઈને હિંમત,સાથે અને સહકાર આપવા બદલ નેસડા અને ગોલપ બંને ગામના તમામ દલિત બંધુઓએ ખુબ ખુબ અભિનંદન,સુભેછાઓ પાઠવી ખુબ હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, આવું વાંદનિય અને સરાહનીય કાર્ય કર્યું એવા દશરથભાઈ નાઈ નું ભરતભાઇ માવજીભાઈ રાઠોડે ₹૫૦૧/- ભેટ સ્વાગત સનમાન કર્યું હતું
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.