જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આજે જન્મેલ બાળકીઓનું સન્માન કરવામાં આવ્યું - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આજે જન્મેલ બાળકીઓનું સન્માન કરવામાં આવ્યું


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
જિલ્લા આરોગ્ય તંત્ર જિલ્લા પંચાયત બોટાદ તેમજ જાહેર ગ્રુપ ઓફ બોટાદ આયોજિત નારી વંદન કાર્યક્રમ અંતર્ગત તારીખ 1-8-2024 થી 8-8-2024 સુધી નારી સશક્તિકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે તારીખ- 2-8-2024 ને દિવસે નારી અવતરણ વધામણા કાર્યક્રમ અંતર્ગત આજે બોટાદ શહેરની ગાયનેક હોસ્પિટલમાં 10 જેટલી બાળકીઓનો જન્મ થયેલ તેવી તમામ બાળકીઓને આજે હોસ્પિટલ જઇ તેની માતા સાથે તેનું સન્માન કરવામાં આવ્યું જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ ગ્રુપ દ્વારા માતાને સાડી અને બાળકીને કીટ વિતરણ અને એક ચાંદીનો સિક્કો ભેટ સ્વરૂપે આપી આજના દિવસે તેના અવતરણને વધાવવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખ કેતનભાઇ રોજેસરા, ડી.એ.દિપકભાઈ માથુકીયા, યુનિટ ડાયરેક્ટર, લાલજીભાઈ કળથિયા તેમજ જિલ્લા આરોગ્યતંત્રની ટીમ અને હોસ્પિટલ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન હાથ ધરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image