લખપત તાલુકાના ગામડાઓ માં જે ભેંદીરોગ થી મૃત્યુ થઇ રહ્યા છે આ મામલે તંત્રની બેદરકારી સામે આવતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જીલ્લાની ટીમે રૂબરૂ મુલાકાત લીધી - At This Time

લખપત તાલુકાના ગામડાઓ માં જે ભેંદીરોગ થી મૃત્યુ થઇ રહ્યા છે આ મામલે તંત્રની બેદરકારી સામે આવતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જીલ્લાની ટીમે રૂબરૂ મુલાકાત લીધી


આજરોજ લખપત તાલુકાના ગામડાઓમાં જે ભેંદીરોગથી મૃત્યુ થઇ રહ્યા છે, અને એક મહામારી જેવી સ્થિતિ ઉદભવી છે જેમાં આજસુધી 16 જેટલાં મરણ થયેલ છે જેમાં નાનીવયના યુવા પણ સામેલ છે, ગંભીર બાબત આ છે કે આ મૃત્યુ શેના કારણે થઇ રહ્યા છે એ સચોટ બહાર આવી શક્યું નથી, આ બાબતે તંત્ર ની બેદરકારીઓ સામે આવી છે, દયાપર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં પણ જે સ્ટાફ હોવો જોઈએ એટલા ડોક્ટર નથી અને સ્ટાફ ની ઘટ છે તે પણ સામે આવ્યું છે, અને જે ગામડાઓ માં મરણ થયા છે તેના માં પાણી નો ખુબ જ મોટો પ્રશ્ન રહ્યો છે, સાથે પીવાના પાણી નો ખુબ મોટો પ્રશ્ન છે. આ બાબતે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા ની ટિમ અને દયાપર વિસ્તાર ના સામાજિક જાગૃત આગેવાનો દ્વારા લખપત તાલુકા ના બેખડા ગામે રૂબરૂ સ્થળ પર જઈ ને મુલાકાત કરવા માં આવી ત્યાં 5 જેટલાં વ્યક્તિઓ ના મૃત્યુ થયા છે, હાલ તો આરોગ્ય ની ટિમો દ્વારા કામગીરી ચાલુ છે અને લોકો ના સર્વે થઇ રહ્યા છે, પણ આ ગામ ના લોકો નો જીવન ખુબ જ તકલીફમય છે પ્રાથમિક સુવિધાઓ નો અભાવ છે. એ માટે આગામી ટૂંક સમય માં આ મુદે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે સ્થાનિક જાગૃત આગેવાનો અને આ સમસ્યા થી પીડિત લોકો આ મુદે ઉગ્ર આંદોલન પણ કરવા માં આવશે એવી વાત કરવા માં આવેલ હતી. અને એ ગામ ના હતભાગી પરિવારો ને મળી અને એમના દુઃખ માં સહભાગી થયા હતા, સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યાર બાદ દયાપર ખાતે મામલતદાર કચેરી એ આવેદન પત્ર આપી અને આ મુદે નક્કર પરિણામ ની માંગ કરેલ હતી.

આ બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની કચ્છ જિલ્લા સાથે તાલુકા ની ટીમ અને સ્થાનિક જાગૃત આગેવાનો જોડાયા હતા.


7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.