હળવદમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી" પરંપરાગત યોજાતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની શોભાયાત્રા આવતી ૭ તારીખ ને ગુરુવાર ના રોજ યોજાશે - At This Time

હળવદમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી” પરંપરાગત યોજાતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની શોભાયાત્રા આવતી ૭ તારીખ ને ગુરુવાર ના રોજ યોજાશે


વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ

હળવદ માં છેલ્લા ૩૫ વર્ષ થી પરંપરાગત રીતે યોજાતી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની શુભાયાત્રા નું આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા તારીખ:- ૭ / ૯ / ૨૦૨૩ ને ગુરુવાર ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના પવિત્ર દિવસે સવારે ૮:૩૦ કલાકે શ્રી રાધાકૃષ્ણ મંદિર મોરબી દરવાજા ખાતે થી પ્રારંભ થશે જે હળવદ શ્રી લક્ષ્મીનારાયણ ચોક થઈને સરા નાકા થઈ શ્રી બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે સમાપન થશે આ શોભાયાત્રા માં ડી.જે - ઢોલ નગારા અને વિવિધ ફ્લોટ્સ સાથે નીકળશે તો આ શોભાયત્રા હળવદ ના તમામ રાસ મંડળી ના સભ્યો - ધૂન મંડળ ના સભ્યો સહિત હળવદ ની જાહેર જનતા ને પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.