વિછીયાના જીવદયા પ્રેમી શ્રી અરવિંદભાઈ મગનભાઈ રાજપરા એ 650 મણ લીલા ઘાસ ચારો નાખીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું - At This Time

વિછીયાના જીવદયા પ્રેમી શ્રી અરવિંદભાઈ મગનભાઈ રાજપરા એ 650 મણ લીલા ઘાસ ચારો નાખીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું


વિછીયાના જીવદયા પ્રેમી શ્રી અરવિંદભાઈ મગનભાઈ રાજપરા દ્વારા વિછીયા તાલુકાના પીપરડી રામેશ્વર ગૌશાળા મુકામે 400 મણ લીલા ઘાસચારાનું વિતરણ તેમજ વિછીયા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટમાં 250 મણ લીલા ઘાસચારાનું અબોલ ગાયોને ખવડાવી પુણ્યતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું જેમાં અરવિંદભાઈ મગનભાઈ રાજપરા દ્વારા તમામ લોકોને બોધપાઠ આપવામાં આવ્યો કે અનેક જગ્યાએ ખોટો ખર્ચ કરવાના બદલે આવા અબોલ પશુ પક્ષીઓ ને કોઈના કોઈ રીતે મદદ કરવામાં આવે જેમકે શુભ પ્રસંગોમાં ખોટો ખર્ચ કરવાને બદલે પશુઓને ઘાસચારો ખવડાવો અશુભ પ્રસંગે ખોટો ખર્ચ કરવાના બદલે પશુ પક્ષી વગેરેને ઘાસચારો ખવડાવવામાં આવે તો અબોલ પશુ-પક્ષીઓ બચી જશે એવું વિંછીયાના અમૃત ઓઇલ મિલના માલિક અરવિંદભાઈ મગનભાઈ રાજપરા દ્વારા જણાવવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.