ગીર બિરાજતાં આદ્યશક્તિ કનકેશ્વરી માતાજી નાં નીજ મંદિરે આસો નવરાત્રિ નો ભકતી મય વાતાવરણ માં પ્રારંભ - At This Time

ગીર બિરાજતાં આદ્યશક્તિ કનકેશ્વરી માતાજી નાં નીજ મંદિરે આસો નવરાત્રિ નો ભકતી મય વાતાવરણ માં પ્રારંભ


ગીર બિરાજતાં આદ્યશક્તિ કનકેશ્વરી માતાજી નાં નીજ મંદિરે આસો નવરાત્રિ નો ભકતી મય વાતાવરણ માં પ્રારંભ વિસાવદર થી આશરે 30 કિલો મીટર ગિર જંગલ માં શિગવડા નદી નાં કાઠે બિરાજતાં કનકેશ્વરી માતાજી નાં મંદીરે ખુબ ભગતી મય વાતાવરણ માં આસો નવરાત્રિ નો ઉત્સવ નો પ્રારંભ થયો હતો. નવરાત્રિના પ્રથમ દિવસે એટલે પહેલા નોરતે સવારે શુભ ચોઘડીએ ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ માતાજીને ધજા ચડાવવામાં આવી હતી. ત્યારબાદ માતાજીના રાજભોગ થાળ ધરવામાં આવ્યો હતો ઘટ સ્થાપનના મુખ્ય મનોરથી રાજેન્દ્ર દયારામ મહેતા પરિવાર હતો ગીરના જંગલની વચ્ચોવચ બિરાજતા આદ્યશક્તિ કનકેશ્વરી માતાજીનું મંદિર ખૂબ જ પુરાણીક અને પ્રાચીન છે અને 84 જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાય છે નવરાત્રી દરમિયાન લોકો ખૂબ જ આસ્થાથી માતાજીના દર્શને જાય છે આ નવરાત્રી ઉત્સવ દરમિયાન આઠમા નોરતે અષ્ટમી હવન નું આયોજન કરવામાં આવેલું છે તેના મુખ્ય મનોરથી તરીકે મુંબઈ સ્થિત શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર છે આજે નવરાત્રી ઉત્સવના પ્રથમ દિવસે જુનાગઢ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ દીપકભાઈ ડોબરીયા વિસાવદર શહેર ભાજપના મહામંત્રી નિલેશભાઈ દવે ભાવેશ ડોબરીયા કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રકુમાર જાની મેનેજર દેવાંગ ઓઝા રાજુભાઈ મહેતા રમેશભાઈ પાનેરા ઉદય મહેતા તથા માય ભક્તોની ઉપસ્થિતિ રહિય હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.