નવનિર્મિત પ્રાર્થના હોલનું લોકાર્પણ અને દાતાશ્રીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો - At This Time

નવનિર્મિત પ્રાર્થના હોલનું લોકાર્પણ અને દાતાશ્રીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો


નવનિર્મિત પ્રાર્થના હોલનું લોકાર્પણ અને દાતાશ્રીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો

ભાવનગર વિદ્યાર્થી ભવન સંકુલ માં નવનિર્મિત પ્રાર્થના હોલનું લોકાર્પણ અને દાતાશ્રીઓનું સન્માનનો કાર્યક્રમ ભાવનગર વિદ્યાર્થી ભવન ના પટાંગણમાં યોજાઈ ગયો જેમાં મેઘાણી ઓડિટોરિયમ હોલ સરદાર નગર ખાતે કુશલ દીક્ષિત સંચાલિત કલાપથના સથવારે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી જેનું સફળ એન્કરિંગ ચેતનભાઇ ત્રિવેદી (એચડીએફસી) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં મોઢ ચાતુર્વેદી ચુથા સમવાય વિદ્યાર્થી ભવનના પ્રમુખ જયેશભાઈ શુક્લા તથા તેની કારોબારી ટીમએ ખૂબ જ મહેનત કરી હતી કાર્યક્રમની સાથે સાથે જ્ઞાતિનું સ્નેહમિલન પણ ખૂબ જ સરસ રહ્યું અંતે સૌ સાથે જમ્યા તો પ્રકૃતિ પણ સાથે રહી વાતાવરણ આહ્લલાદક બન્યું હતું તો સાથે સાથે વિદ્વાન શાસ્ત્રીશ્રી જીતેન્દ્રભાઇ પ્રતાપરાય ત્રિવેદી - અમદાવાદ દ્વારા માઁ લક્ષ્મીજી, માઁ સરસ્વતી ના આહ્વાન માટે
"શ્રી મહાત્રિપુરસુંદરી મહાયાગ"- યજ્ઞનુંભવ્ય આયોજન પણ કરેલું યજ્ઞમાં આહુતિ આપવા માટે ત્રણ આવર્તન રાખેલ યજમાનશ્રીઓ એક આવર્તન માં (કે ત્રણેય આવર્તન માં પણ) બેસી લાભ લીધેલ આમ મોઢ ચાતુર્વેદીય ચુથા સમવાય વિદ્યાર્થી ભવનના પટાંગણમાં ત્રિવિધ કાર્યક્રમની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં બકુલભાઈ ત્રિવેદી,દર્શનભાઈ પાઠક, દીપકભાઈ શુક્લ, રાજુભાઈ શુક્લ, ચેતનભાઇ ત્રિવેદી, પંકજભાઈ રોહીશાળા નૈનેશભાઈ રાવળ, ભાવેશભાઈ દીક્ષિત અશોકભાઈ દીક્ષિત ભવાનીશંકરભાઈ દીક્ષિત તરુણભાઈ પાઠક તેમજ બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.