ધંધુકા તાલુકાના નવનિયુક્ત વિદ્યાસહાયક શિક્ષકો સેવા પોથી નો કેમ્પ યોજી શુભ શરૂઆત કરાઈ.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના નવનિયુક્ત વિદ્યાસહાયક શિક્ષકો સેવા પોથી નો કેમ્પ યોજી શુભ શરૂઆત કરાઈ.
વિદ્યાસહાયકોને આંટા ફેરા ના થાય અને સમય બચે તે હેતુથી કેમ્પ કરી એકી સાથે કામગીરી કરાઈ : ટી પી ઈ ઓ મહેશ પરમાર.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા ખાતે નવનિયુક્ત વિદ્યા સહાયકોની સેવાપોથીની શુભ શરૂઆત કરવા માટે ધંધુકા તાલુકાના ટી પી ઈ ઓ મહેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કેમ્પ કરી કરવામાં આવી હતી આ તકે ધંધુકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
પ્રાપ્ત આધારભૂત મળતી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા પંચાયત શિક્ષણ શાખા દ્વારા નવનિયુક્ત વિદ્યા સહાયકોની સેવા પોથી બનાવવા માટે ટી પી ઇ ઓ મહેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં 20 વિધા સહાયોકોની સેવા પોથીમાં એકી સાથે એક જ દિવસે શુભ શરૂઆત કરાઈ હતી નવનિયુક્ત વિદ્યા સહાયકોને કચેરીના આટા ફેરા ન થાય સમય ન બગડે તે બાબતો ને ધ્યાને લઈ નવનિયુક્ત વિદ્યા સહાયક શિક્ષકોને કેમ્પ યોજવામાં આવ્યો હતો હોવાનુ ધંધુકા તાલુકા ટી પી ઈ ઓ મહેશભાઇ પરમારે જણાવ્યું હતું કેમ્પમાં ધંધુકા તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારોએ હાજરી આપી કેમ્પ સફળ બનાવ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.