રાજ્યમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે આઝાદી કા અમુત મહોત્સવ અંતર્ગત ૭૫ આઇકોનિક સ્થળો પૈકી બાવકાના શિવ મંદિર ખાતે ઉજવણી કરાઇ
દાહોદના પુરાતન શિવ મંદિર બાવકા ખાતે ૨૭૦ વિદ્યાર્થીઓએ કર્યો યોગાભ્યાસ
દાહોદ, તા. ૨૧ : દાહોદમાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઇ હતી અને જિલ્લામાં ૩.૩૧ લાખથી વધુ લોકોએ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજ્યમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે આઝાદી કા અમુત મહોત્સવ અંતર્ગત ૭૫ આઇકોનિક સ્થળો નક્કી કરાયા હતા. તેમાં દાહોદના પુરાતન શિવ મંદિર બાવકા ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. અહીં ૨૭૦ જેટલા વિદ્યાર્થીઓએ યોગ કર્યા હતા.
વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે રાજ્યના ૭૫ આઇકોનિક સ્થળોમાં સમાવેશ પામેલા બાવકા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. સવારના ખુશનુમા માહોલમાં ૨૭૦ જેટલા વિદ્યાર્થીઓએ અહીં યોગાભ્યાસ કરતા મનોરમ દશ્યો સર્જાયા હતા. શાળાના નાના ભૂલકાઓથી લઇને કિશોરોએ યોગ પ્રોટોકોલ મુજબ અહીં યોગ કર્યા હતા. વિદ્યાર્થીઓએ યોગ નિયમિત રીતે કરવા માટે પણ સંકલ્પબદ્ધ થયા હતા. નિષ્ણાંતો કોચ દ્વારા વિદ્યાર્થીઓને યોગ શીખવવામાં આવ્યા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ-સ્વતંત્રતાના ૭પ વર્ષ અંતર્ગત આ વર્ષનો વિશ્વ યોગ દિવસ રાજ્યમાં કુલ ૭પ આઇકોનીક સ્થળોએ પણ ઉજવવામાં આવ્યો હતો. મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિકસ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત રર પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા સહિત ૧૭ કુદરતી સૌદર્ય સ્થળો ખાતે આ દિવસે સામુહિક યોગ સાધના કાર્યક્રમ યોજાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.