ઢસા પો.સ્ટે.ના ધાડના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા ઇનામ જાહેર કરેલ આરોપીને પકડી પાડતી બોટાદ એલ.સી.બી.તથા નાસતા ફરતા સ્કોડ ટીમ
ઢસા પો.સ્ટે.ના ધાડના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા ઇનામ જાહેર કરેલ આરોપીને પકડી પાડતી બોટાદ એલ.સી.બી.તથા નાસતા ફરતા સ્કોડ ટીમ
એલ.સી.બી. ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર ડો.જે.બી.પંડીત સાહેબ નાઓના સુપરવિઝન હેઠળ બોટાદ જીલ્લાના ઢસા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૯૦૦૦૩૨૦૦૦૦૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૯૫, ૫૦૬(૨),૧૨૦(બી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુન્હા કામે આરોપી કલાભાઈ ઉર્ફે ખાંડોદિતાભાઇ ગુડીયા રહે. આગાવાડા તા.જી.દાહોદ વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોયઅને તેના ઉપર સરકાર દ્વારા રૂ. ૧૦,૦00/- નું ઇનામ જાહેર કરવામાં આવેલ હોય અને તે આરોપી રાજકોટ ખાતે આવવાની હોવાની બાતમી હે.કો. બળભદ્રસિંહ ચતુરસિંહ ગોહીલતથા આ.હે.કો. રામદેવસિંહ દેવુભા મોરી નાઓને મળતા બાતમી આધારે રાજકોટ એસ.ટી.ડેપો પાસેથી આરોપી કલાભાઇ ઉર્ફે ખાંડો દિતાભાઇ ગુડીયા ઉ.વ.૩૦ રહે. આગાવાડાતા.જી.દાહોદ વાળાને ઉપરોક્ત ગુન્હાના કામે આજરોજ ધરપકડ કરી આગળની કાર્યવાહીકરવા માટે ઢસા પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.