વડોદરાના શેઠ શ્રી બી.એન.વિદ્યાલયના આચાર્ય શ્રી બી. એ.ઠાકોર નિવૃત્ત થતા સમગ્ર ગામે ભવ્ય વિદાય આપી
વડોદરાના શેઠ શ્રી બી.એન.વિદ્યાલયના આચાર્ય શ્રી બી. એ.ઠાકોર નિવૃત્ત થતા સમગ્ર ગામે ભવ્ય વિદાય આપી
શ્રી વડોદરા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત, શેઠ શ્રી ભીખુભાઈ નગીનદાસ માધ્યમિક/ઉ.માધ્યમિક વિદ્યાલય, વડોદરા, તા.જી.ગાંધીનગરના આચાર્ય શ્રી બી. એ. ઠાકોર સાહેબનો ગ્રામજનો,પૂર્વ વિદ્યાર્થીઓ, ટ્રસ્ટી મંડળ, સ્ટાફ,વિદ્યાર્થીઓના સાથ સહકાર તથા સોનબાઇ માતાની કૃપાથી અત્યંત ભવ્ય વિદાય સત્કાર સન્માન કાર્યક્રમ યોજાયો. જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી ફતેસિંહ ઠાકોર, મુખ્ય મહેમાન તરીકે સચિવશ્રી મહેશ મહેતા, સમગ્ર શિક્ષા, ગુજરાત રાજ્ય તથા ડો.બી.એન.પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાધિકારી ગાંધીનગર, અતિથિ વિશેષ તરીકે શ્રી પ્રદીપસિંહ ચાવડા ગાંધીનગર જિલ્લા આચાર્ય સંઘ, શ્રી જે.યું.ઠાકોર આ.કમિશનરશ્રી (જી.એસ. ટી.)સુરત, તા.પચાયત પૂર્વ પ્રમુખશ્રી ધુળાજી ઠાકોર, સરપંચશ્રી દિલીપસિંહ ઠાકોર, પૂર્વ જિલ્લા સદસ્ય શ્રી દિનેશજી ઠાકોર, પૂર્વ જિલ્લા સદસ્ય શ્રી ભરતસિંહ ઠાકોર,જિલ્લા સદસ્ય શ્રી લલિતસિંહ, તાલુકા સદસ્ય શ્રી બાબુજી ઠાકોર, ડભોડા હાઇસ્કુલ આચાર્ય અને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક ડૉ.વિનોદ પાંડે, પૂર્વ વિદ્યાર્થી અને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક શ્રી ધર્મેશ ગજ્જર, પૂર્વ વિદ્યાર્થી શિક્ષક સોનબાઇ માં ભુવાજી શ્રી મનોજ દેસાઈ, ભૂતપૂર્વ સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો, મિત્રો, ગ્રામજનો, વડીલો,વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમની શોભા વધારેલ. આચાર્યશ્રી બી.એ.ઠાકોરને કલ્પી ના શકાય એવું ભવ્ય સન્માન આપેલ. જેમાં બગીમાં વરઘોડા સાથે ડી.જે.ના તાલે શરૂઆતમાં સોનબાઇ માતાજીના મંદિર દર્શન કરી ગામમાં ફેરવી ખુબ આદર સન્માનથી સમારોહ સ્થળે લાવેલ. ડી.જે.ના તાલે પૂર્વવિદ્યાર્થીઓ,ગ્રામજનો સૌ નૃત્ય,ડાન્સ કરી વાતાવરણને રોમાંચક બનાવેલ.
34 વર્ષની શૈ.કારકિર્દીમાં ગામમાં નાનામોટા સૌ કોઈનો પ્રેમ સંપાદિત કરી સતત બાળકોના વિકાસમાં અગ્રેસર રહેનાર એવા શ્રી બી. એ.ઠાકોર અંગ્રેજીમાં ચિત્રમાં ગુજરાતીમાં ખુબ નિપુણ. તેમના દ્વારા તૈયાર થયેલ સૌ કોઈ વિદ્યાર્થીઓ આજ પણ અંગ્રેજી,ચિત્ર, અક્ષરમાં તેમની જ નિપુણતા યાદ કરે છે. તેમના દ્વારા અનેક લોકસેવાના સમાજસેવાના સમાજહિતના, મેડિકલ કેમ્પ, શિક્ષણમાં નાવિન્ય પ્રયોગ, દરવર્ષે ઉત્કૃષ્ઠ પરિણામ આવે તે માટે સમય દાન, જીવન કૌશલ્યોના બાળકો માટે પ્રયોગો, અભ્યાસબાદ પણ બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે સતત માર્ગદર્શન, વાલીઓ વિદ્યાર્થી સાથે રૂબરૂ તેમજ સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક, તેમણે તૈયાર કરેલ વિદ્યાર્થી આજે તમામ વિભાગોમાં અનેક પદ પર છે....જેમ કે શિક્ષક, ડોકટર, નર્સ, પોલીસ, પોસ્ટ માસ્તર, ક્લાર્ક, રાજકીય ક્ષેત્રે, પોતાના વિવિધ આગવા ધંધાર્થે, ઉત્કૃષ્ઠ નમૂનેદાર કાર્ય કરે છે. તેમને પણ અવારનવાર જીવનમૂલ્યો શીખવી સતત સંપર્કમાં રહેતા આ વંદનીય ગુરુજનના નિવૃત્તિ વિદાય સમયે સૌ કોઈની આંખમાં આંસુ આવી જ ગયેલ. તેમના કાર્યકાળ દરમિયાન મૂલ્યશિક્ષણ માટે અથાક પ્રયત્ન કરેલ. સમગ્ર ગામે ખુબજ ભારે હૈયે રડતા રડતા આ ગુરુજનને ભવ્ય વિદાય આપી. ઉત્તમોત્તમ ગુરુને કોટી કોટી વંદન....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.