જસદણમા સૂર્ય શક્તિ સ્કાય સોલાર પ્રોજેક્ટ માં નવા કનેક્શન અપાતા કિસાનૉ માં રોષ ભડલી ફીડરના ખેડૂતોનું જીઇબી તથા પ્રાંતને ન્યાયની માંગ સાથે આવેદન આંદોલનની ચીમકી
સૉલાર આપતા સમયે ખેડૂતોને વિશ્વાસમાં લીધા હતા કે તમારે વીજબિલ નહીં આવે ત્યારબાદ નવા જોડાણો આપી મસમોટા બીલ ફટકારતા ધરતી પુત્રોને હળહળતો અન્યાય
(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણમા સરકારની સૂર્ય શક્તિ સ્કાય યોજના પ્રોજેક્ટમાં નવા કનેક્શન અપાતા તેમજ મસમોટા બિલ ફટકારતા ખેડૂતો દ્વારા રોષ સાથે પીજીવીસીએલ કચેરી તથા પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે, જસદણના ભડલી ફીડરમા આશરે 108 જેટલા લાઈટ કનેકશન હતા
જેથી ભડલી ફીડર નાનામાં નાનું હોય તેવું જણાવેલ અને નાનામાં નાનું ફીડર હોય જેથી સોલાર પ્રોજેક્ટ સફળ થશે અને ખેડૂતોને તેનો લાભ મળશે અને સોલાર લાઈટ હોય જેથી લાઈટ બીલ આવશે નહી કે કોઈપણ જાતનો ચાર્જ લાગશે નહીં તેવું કહી ખેડૂતોને વિશ્વાસમાં લઈ સોલાર લાઈટ આપવામાં આવૅલ આ ઉપરાંત આ સોલાર પ્રોજેકટમાં નવા લાઈટ કનેક્શન આપવામાં આવશે નહીં તેવી મૌખીક પી.જી.વી.સી.એલ.દ્વારા ખાત્રી આપૅલ અધિકારીઓ તથા જે તે સમયના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા પણ ખાત્રી આપવામાં આવી હતી જેથી ખેડૂતોએ નવા સોલાર લાઈટ કનેકેશન લીધા હતા અને પી.જી.વી.સી.એલ. દ્વારા મૌખીક ખાત્રી આપેલ કે હાલ સોલાર પ્રોજેકટ અંતર્ગત કુલ 96 લાઈટ કનેક્શન આપવામાં આવશે અને ત્યારબાદ આ ભડલી ફીડરમાં કોઈપણ પ્રકારના લાઈટ કનેક્શન આપવામાં આવશે નહીં પરંતુ ખાત્રી આપ્યા મુજબ નવા લાઈટ કનેકશન ન આપવાના બદલે અન્ય ખેડૂતોએ અરજી કરતા નવા લાઈટ કનેકશન આપી દીધા અને હાલ આશરે 167 જેટલા લાઈટ કનેકશન છે જેથી ભડલી ફીડરમાં લાઈટ કનેકશન ધારકોની સંખ્યા વધતી જાય છે અને લાઈટ ફોલ્ટમાં વધારો થતો જાય છે તેમજ લાઈટ ફોલ્ટ થતા તાત્કાલીક રીપેરીંગ ન થતું હોય સોલાર લાઈટ કનેકશન ધરાવતા ખેડૂતોને સોલાર યુનીટનો લાભ મળતો નથી અને સોલાર ધારક ખેડૂતોને પી.જી.વી.સી.એલ. દ્વારા વધારાનું બીલ આપવામાં આવે છે અને સોલાર ધારક ખેડૂતોને લાઈટ બીલ ભરવા પડે છે અનૅ ભડલી ફીડરમાં ફોલ્ટ આવે ત્યારે તાત્કાલીક નિવારણના બદલે આશરે 4 કે 5 દિવસે ફોલ્ટ અંગે નિરાકરણ કરવામાં આવતું હોય છે જેના કારણે ખેડૂતોને નુકશાની થાય છે આ ઉપરાંત અરજદાર ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો પણ ધંધો કરતા હોય છે ત્યારે અહીંયા પાણીની સમસ્યા પણ ઉભી થાય છે અને લાઈટ વગર પશુઓને પાણી તથા ઘાસચારાની સમસ્યાઓ ઉદભવે છે જૅથી ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ જ રીતે સોલાર આધારિત જોડાણ લેનાર ખેડૂતોને હેરાનગતિ થવાની હોય તો અમારા કનેક્શન રદ કરી અમારી જુની સીસ્ટમ મુજબ લાઈટ કનેક્શન આપી દેવા અને જો તેમ ન કરી શકાય તો અરજદાર ખેડૂતોને જે કાઈ બીલ આવે છે તે તમામ બીલ માફ કરી આપવા તેવી માંગ કરવામાં આવી છે આ ઉપરાંત અરજદાર ખેડૂતોને સોલાર કનેકશન સાથે એક મીટરવાળું કનેકશન આપવા માંગ છે અને જો અમારી માંગ પુરી કરવામાં નહી આવે તો અમો અરજદાર ખેડૂતોએ ગાંધી ચિંધ્યા રસ્તે આંદોલન કરવામાં આવશે તેમ છતાં ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનના મંડાણનું રણ સિંગુ ફુકવામાં આવશે તેમ અંતમાં ખેડૂતોએ જણાવ્યું હતુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.