હળવદના મિયાણી ગામે વીજ ચેકીંગ દરમિયાન ગેરરીતિ પકડાતા કર્મચારીને ગાળો અને ધમકીઓ: ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
હળવદ તાલુકાના મિયાણી ગામે પીજીવીસીએલ ખંભાળીયા ડિવિઝન ચેકીંગ ટીમ વીજ ચેકીંગમાં હોય તે દરમિયાન રહેણાંકમાં ગેરરીતી સામે આવતા જે બાબતે મકાન માલીક અને પાડોશી તથા અન્ય એક મહિલા તથા એક પુરુષ દ્વારા ધોકા જેવા હથિયાર ધારણ કરી વીજ કર્મચારી અને એસઆરપી જવાનોને ગાળો અને ધમકી આપી હતી, જે બાબતે વીજ કર્મચારી દ્વારા હળવદ પોલીસ મથકે એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હળવદ તાલુકાના મિયાણી ગામે વીજચેકીંગ માટે ગયેલા પીજીવીસીએલના ખંભાળીયા ડિવિઝનના જુનિયર એન્જીનીયર નિલેષભાઈ જાદવભાઇ ખેતરપાલે હળવદ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, સવારના આશરે ૭ વાગ્યે વીજ ચેકીંગ માટે ગયા હોય તે દરમિયાન આરોપી પ્રકાશ રણછોડભાઈ રંભાણીના ઘરમાં અને તેના પડોશી ચતુર માંડણભાઈ રંભાણીના ઘરમાં ગેરરીતી પકડાઈ હતી. આ દરમિયાન આરોપીઓએ વીજ કર્મચારી અને તેમના સાથે રહેલા એસઆરપી જવાનોને ગાળો આપી, એક અજાણ્યા શખ્સે ધોકા સાથે ધમકી આપી અને એક અજાણી મહિલાએ બોલાચાલી કરી સરકારી ફરજના કામમાં રુકાવટ કરી હતી. ત્યારે વીજ કર્મચારી નિલેશભાઈની ફરિયાદને આધારે હળવદ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
