શેરી પાસે ઉભવા મામલે સુનીલ સોલંકી પર ચાર શખ્સોનો ધોકા-પાઈપથી હુમલો - At This Time

શેરી પાસે ઉભવા મામલે સુનીલ સોલંકી પર ચાર શખ્સોનો ધોકા-પાઈપથી હુમલો


ચુનારાવાડ શેરી નં.5માં શેરી પાસે ઉભવા મામલે સુનીલ સોલંકી નામના યુવક પર તે જ શેરીમાં રહેતા ચાર શખ્સોએ ધોકા-પાઈપથી હુમલો કરતા સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ચુનારાવાડ શેરી નં.1માં રહેતા સુનીલભાઈ કીશનભાઈ સોલંકી (ઉ.28) નોંધાવેલ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે વિશાલ ડાભી, વિમલ, વિશાલ ડાભીનો ભાઈ અને અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે તે રિક્ષા ડ્રાઈવીંગ કરે છે. ગઈકાલે રાત્રીના તે પોતાની બાઈક લઈ ડાભી હોટલ આગળ ચા પીવા માટે ગયેલ હતો ત્યારે ચુનારાવાડ શેરી નં.5માં રહેતો વિશાલ ડાભી તેમને કહેવા લાગેલ કે તું કેમ અહી આગળ ઉભો છે. જેથી તેમને હું કામ માટે ઉભો છું તેવુ કહેતા વિશાલ ગાળો આપવા લાગેલ બાદ જતો રહેલ હતો. જે બાદ વિશાલ તેનો ભાઈ અને મિત્ર વિમલ પાઈપ સાથે ધસી આવેલ અને ધોકા અને પાઈપથી બેફામ માર મારવા લાગેલ હતા. બાદમાં લોકો એકઠા થતા ત્રણેય શખ્સો નાસી છુટયા હતા. બાદમાં ગંભીર રીતે ઘવાયેલ યુવકને સારવારમાં 108 મારફતે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. જે.બી.જાડેજાએ તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.