શહેરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ,હિન્દુ -મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા
શહેરા
શહેરા માં ગણેશ વિસર્જન બાદ ઈદ -એ-મિલાદુન્નબી પર્વને લઈને શહેરા પોલીસ સ્ટેશન ખાતે ડી.વાય.એસ.પીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.જેમા શહેરાનગરના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
તહેવાર ઇદ એ મિલાદુન્નબી ની શાંતિ પૂર્ણ ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા હિન્દુ અને મુસ્લિમ અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં કોઈ પણ જાતની ઉશ્કેરણીજનક પોસ્ટ કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગાડવા લોકોને અપીલ કરી હતી. આ બેઠકમા ડી.વાય.એસપી એલ.વિ.પટેલ, પીઆઈ રાહુલ.કે.રાજપૂત, પી. એસ.આઈ ડી.પી અમીન, એલ.એસ.સેવાળે તેમજ હિન્દૂ - મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સૌએ પણ પોલીસને સહકાર આપવા સહમતિ દર્શાવી હતી.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.