ભાજપના સભ્યપદને છોડી પ્રકાશભાઈ બોઘરા અને જસદણ કોંગ્રેસ તાલુકા મહામંત્રી અજયભાઈ વાછાણીએ આમ આદમી પાર્ટી નો ખેસ પહેર્યો
જસદણમાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય પ્રકાશભાઈ બોઘરા અને જસદણ કોંગ્રેસ તાલુકા મહામંત્રી અજયભાઈ વાછાણીએ આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરિત થઈ વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેંચ પહેરી પાર્ટીમાં જોડાયા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરા, જસદણ તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા, જસદણ શહેર પ્રમુખ ભરતભાઈ ભાલાળા, જસદણ તાલુકા પ્રભારી રવિન્દ્રભાઈ છાયાણી, તાલુકા મહામંત્રી પરેશભાઈ શેખલીયા, તાલુકાના સોશિયલ મીડિયા પ્રમુખ ભાવેશભાઈ માયાણી, શહેર મંત્રી જીગ્નેશભાઈ કાનાણી, કાર્યકર રાજુભાઈ સાનેપરા, શહેર મંત્રી પ્રશાંતભાઈ વાઘેલા, અને ચંદુભાઈ સાવલિયા તેમજ મુકેશભાઈ રાઠોડ હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.