માળીયા હાટીનામાં જન્માષ્ટમી નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ
માળીયા હાટીના માં જન્માષ્ટમી ના તહેવારની ઉજવણી અંતર્ગત ઇન્ચાર્જ પી.એસ.આઇ બી.કે.ચાવડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ સંગઠનના તથા પદાધિકારીઓએ ભાગ લીધો હતો.
જન્માષ્ટમી તહેવાર દરમિયાન શહેરમાં કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી
તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા અને જો કોઈ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી.
પોલીસ કામગીરીમાં ઉપયોગી થવા પી.એસ.આઈ. બી.કે.ચાવડા એ અપીલ કરી હતી.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.