રાજકોટમાં સામાન્ય લોકો સામે કાયદાનો ધોકો પછાડતી RMC લાચાર, રેલવે અને સૌરાષ્ટ્ર યુનિ.નો સૌથી વધુ ટેક્સ વસૂલવાનો બાકી - At This Time

રાજકોટમાં સામાન્ય લોકો સામે કાયદાનો ધોકો પછાડતી RMC લાચાર, રેલવે અને સૌરાષ્ટ્ર યુનિ.નો સૌથી વધુ ટેક્સ વસૂલવાનો બાકી


રાજકોટ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત વેરો છે અને વેરા વસુલાત માટે દર વર્ષે કોર્પોરેશન દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. સામાન્ય લોકો સામે કાયદાનો ધોકો પછાડીને પણ મનપા દ્વારા ટેક્સની વસુલાત કરવામાં આવે છે. જોકે, કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ પાસેથી વેરા વસુલાત કરવામાં મનપાનું તંત્ર લાચાર બની જાય છે. જેને લઈ આવી સરકારી કચેરીઓ પાસેથી રૂ. 100 કરોડની વસુલાત કરવાની બાકી છે અને કાયદો માત્ર પ્રજા માટે હોવાનું ચિત્ર ઊભું થયું છે. જોકે, આ પૈકીનો મોટાભાગનો વેરો માર્ચ મહિનામાં આવવાની શક્યતા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.