જૂનીગોધર પગારકેન્દ્ર પ્રાથમિક શાળાના શિક્ષિક વય નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજવામાં આવ્યો.
જૂનીગોધર પગારકેન્દ્ર પ્રાથમિક શાળાના શિક્ષિક વય નિવૃત્ત થતા વિદાયમાન અપાયું|
કડાણા તાલુકાનાજૂનીગોધરા ગામના આવેલી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી પરસોતમ સોમા ભાઈ પટેલ વયમર્યાદાને કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભ કડાણા તાલુકાના જૂનીગોધર ગામે યોજવામાં આવ્યો હતો
જેમાં કડાણા તાલુકાના શિક્ષક સંઘના પ્રમુખ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ તથા મહામંત્રી તેમજ શાળાના બાળકો અન્ય શાળાના આચાર્ય તથા તેમજ શિક્ષકો ગામના આગેવાનો વચ્ચે યોજાયો હતો.કડાણા ના જૂનીગોધર પ્રાથમિક શાળામાં નિવૃત્ત થઈ રહેલા પરસોતમ પટેલે જૂનીગોધર પ્રાથમિક શાળા.૩૭ વર્ષ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવી હતી
૩ જાન્યુઆરી ૧૯૯૫થી જુનીગોધર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ શરૂ કર્યું હતું. જેના સમયકાળ દરમિયાન અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓમાં કોઈ ડોક્ટર,શિક્ષક એન્જિનિયર, તથા રાજકારણીઓ સુધી પહોંચ્યા છે. આ પ્રાથમિક શાળામાં 37વર્ષ સુધી શિક્ષણની સુવાસ ફેલાવી છે. શાળાના અન્ય શિક્ષકો અને અધિકારી તથા પદાધિકારીઓ સાથ સહયોગથી રમતગમત ક્ષેત્રે પણ મેડલો મેળવ્યા છે. સ્પષ્ટ વક્તા અને કાર્યનિષ્ઠ આને લઇ પરસોતમ પટેલે દરેકના મન જીતી લીધા હતા. સરકારના નિયમો મુજબ વયમર્યાદાને કારણે નિવૃત્ત થય રહેલા પરસોતમ પટેલનું નિવૃત્તિમય જીવન આનંદમય સુખમયી નીવડે તેમ જણાવીને પરસોતમ પટેલને શાળા પરિવાર દ્વારા ચાદિની મૂર્તિ સન્માનપત્ર આપી શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. ગામના આગેવાનોએ પણ પુષ્પગુચ્છ અને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે પરસોતમ પટેલ કામગીરીને બિરદાવી હતી.
રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.