જસદણ નગરપાલિકાની ચૂંટણીના પરિણામ પૂર્વે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના કમળાપુર રોડ પર આવેલ મોડલ સ્કુલમાં આજે મત ગણતરી પૂર્વે જ પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગણતરીનો સમય સવારના આઠ વાગ્યાનો હતો પણ વહેલી સવારથી જ ઉમેદવારો અને એમનાં ટેકેદારો મોડલ સ્કુલ પાસે આવી પહોંચ્યા હતાં. જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું આજે પરિણામ હોય જેમાં કુલ મળીને ભાજપ કોંગ્રેસ આપ અને એક અપક્ષ સહિતનાં કુલ મળીને 64 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ હતું. તે પ્રથમ પોષ્ટલ બેલેટની ગણત્રી થયાં બાદ ઈવીએમ ના મતો ગણાતાં ધીમે ધીમે એક પછી એક ઉમેદવારો વિજેતા થતાં બહાર આવ્યા હતા. જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 20,040 સ્ત્રી પુરૂષોએ ગત રવિવારે મતદાન કરતાં મતદાન 52.14 થયું હતું. આમ લોકોમાં મતદાન પ્રત્યે ઘણી નિરસતા સાંપડી હતી. જેનાં ઘણાં કારણો હતાં પણ આજે પરિણામ આવતાં છેલ્લાં બે વર્ષથી વધું સમયથી વહીવટદાર શાસનમાં જે જરૂરિયાત મુજબના કામો થયાં ન થયાં હોય પણ આજે 28 ઉમેદવારો ચૂંટાઈ આવતાં હવે કામો થશે એવી લોકોની આશા જીવંત થઈ હતી. જસદણ નગરપાલિકામાં વર્ષોથી ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી હોય તેથી ભેળસેળીયા તત્વો બેફામ બન્યાં હોવાથી નાગરિકોનું સ્વાસ્થય સુધારવાને બદલે દિન પ્રતિદિન બગડવા લાગ્યું છે. પાર્કિંગ વગરના અને જગ્યા છોડ્યા વગરના બાંધકામો નો રાફડો ફાટયો અને ચોમેર દબાણ હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને દરરોજ ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે આવી અનેક સમસ્યાઓ પર આજે નવા ચૂંટાયેલા સભ્યો પર લોકોને અચ્છે દિનની આશા જન્મી છે. ત્યારે આજે જસદણ નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો હતો જે અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકા પર ફરી ભાજપનો ભગવો લહેરાયો તેથી અમો સાતેય વોર્ડના મતદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ. ચૂંટણી દરમિયાન ભાજપના તમામ નેતાઓ કાર્યકર્તાઓએ જે જહેમત ઉઠાવી હતી તે આજે રંગ લાવી હતી. આ તમામનો આભાર વ્યક્ત કરું છું. જસદણના દરેક નાગરિકોના પ્રશ્નો અંગે અમે તથાં અમારી ટીમ ખડેપગે ઉભી રહેશે. ફરી એકવાર મતદારોનો આભાર વ્યક્ત કરું છું અત્રે નોંધનીય છે કે જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં એક માત્ર અપક્ષ ઉમેદવાર સુરેશભાઈ નથુભાઈ છાયાણી હતાં તેમનો જ્વલંત વિજય થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
