જાહેરમાં કચરો કરનાર 37 નાગરિકો દંડાયા, 4.9 કિલો પ્લાષ્ટીક જપ્ત
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 37 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાંથી કુલ 4.9 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ બસ સ્ટેન્ડના 24 કર્મચારીઓનાં સહયોગથી રાજકોટ બસ સ્ટેન્ડ પર સઘન સફાઈ કરી 200 કિ.ગ્રા. કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ ત્રણેય ઝોનનાં 112 ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરી 31 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.