માંગરોળના ફુલરામા ગામના ભક્તની ભગવાન પ્રત્યે અનોખી શ્રદ્ધા સાથે સંકલ્પ પુર્ણ કર્યો
જુનાગઢ દામોદર કુંડથી ફુલેશ્વર મહાદેવ મંદિર ફુલરામા ઘેડ 65 કિલોમીટર સુધી માથે જલ ભરેલા બેડા સાથે પદયાત્રા કરી ફુલેશ્વર મહાદેવને જલ અભિષેક કર્યો
ભગવાન અને ભક્તની શ્રદ્ધા વિશે અસંખ્ય વખત સાંભળ્યુ હશે ભગવાન પ્રત્યે વિવિધ શ્રદ્ધા સાથે ભક્તો ભાવથી ભકિત કરતા હોયછે ભગવાનની ભક્તો વિવિધ માસ પ્રમાણે પુજા અર્ચના આરાધ કરતા હોયછે ત્યારે વાત કરીએ માંગરોળ તાલુકાના ફુલરામા ગામે આવેલ ફુલેશ્વર મહાદેવની જે મંદિર પ્રાચીન અને ઐતિહાસિકછે જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરેછે અને ભક્તોની મનોકામના પુર્ણ થાયછે એવુ અસંખ્ય શ્રદ્ધાળુઓ માનેછે વાત કરીએ ફુલરામા ગામના ગોવિંદભાઈ સીદિભાઈ કિંદરખેડિયા જે ફુલેશ્વર મહાદેવ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવેછે જેમણે સંકલ્પ કર્યો કે મારે જુનાગઢ દામોદર કુંડથી ફુલેશ્વર મહાદેવ મંદિર ફુલરામા ઘેડ સુધી પદયાત્રા કરી ફુલેશ્વર મહાદેવને જલાભિષેક કરવોછે જેના સંકલ્પ વિશે એમના કુટુંબીજનો અને મિત્રોને જાણ કરી તો એમણે પણ તેમના સંકલ્પને વધાવી તેમની સાથે પદયાત્રામાં જોડાવા સહમતી દર્શાવી જેમાં રમેશભાઈ
વિજયભાઈ કમલેશભાઈ પાંસાભાઈ સુખદેવગીરી મનસુખ ગીરી શિવમગીરી તથા ગીરશગીરી સહીત પદયાત્રામાં જોડાયા હતા જે જુનાગઢ દામોદર કુંડથી જલ ભરીને પગપાળા જુનાગઢથી 65 કિલોમીટર દૂર ફુલરામા ગામે ફુલેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ફુલેશ્વર મહાદેવ જલ અભિષેક કરી ગોવિંદભાઈએ સંકલ્પ પુર્ણ કરી ધન્યતા અનુભવી હતી
રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. ૯૭૨૩૪ ૪૪૯૯૦
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.