વાહન ચેકિંગ દરમ્યાન વાહનોમાં લગાડેલ ગેરકાયદેસર એલ.ઈ. ડી. લાઈટો દૂર કરતી પોરબંદર હાઈવે ટ્રાફિક પોલીસ - At This Time

વાહન ચેકિંગ દરમ્યાન વાહનોમાં લગાડેલ ગેરકાયદેસર એલ.ઈ. ડી. લાઈટો દૂર કરતી પોરબંદર હાઈવે ટ્રાફિક પોલીસ


વાહનોમાં લગાડેલ એલ.ઈ.ડી. લાઈટો સ્વેચ્છા એ દૂર કરી ટ્રાફિક પોલીસ ઝુંબેશની કામગીરીને વાહનચાલકોએ બિરદાવી.

ગોસા(ઘેડ)તા.૨૧/૧૧/૨૦૨૪
પોરબંદર જીલ્લાના હાઈવે પર વાહન ચેકિંગ કરી વાહનોમાંથી ગેરકાયદેસર લગાડેલ એલ.ઈ.ડી.લાઈટો દૂર કરવાની ઝુંબેશ ચલાવેલ હતી.
પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરજીત મહેડુ સાહેબ તથા ઋતુ રાબા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લાનાં જુદા જુદા હાઈવે તથા માર્ગો પર અકસ્માતો નિવારવા માટે પેટ્રોલીંગ તેમજ વાહન ચેકિંગ કરવામાં આવે છે..પેટ્રોલીંગ તથા વાહન ચેકિંગ દરમ્યાન રોંગ સાઈડ,ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવો,નંબર પ્લેટ વગરના વાહનો,બ્લેક ફિલ્મ લગાવેલ વાહનો,ઓવરસ્પીડથી વાહન ચલાવવું, એલ.ઈ.ડી લાઈટ તથા રિફલેકટર્સ વિનાના વાહનો વિગેરે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકો વિરૂદ્ધ કાયદેસર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે..
આજ રોજ પોરબંદર જીલ્લાના હાઈવે પર વાહન ચેકિંગ કરી વાહનોમાંથી ગેરકાયદેસર એલ.ઈ.ડી.લાઈટો દૂર કરવામાં આવેલ હતી..આ ઝુંબેશમાં વાહનચાલકોએ પૂરતો સહકાર આપી પોતાના વાહનોમાં લગાડેલ એલ.ઈ.ડી.લાઈટો સ્વેચ્છાએ દૂર કરેલ‌ હતી. ખુદ વાહનચાલકોએ ટ્રાફિક પોલીસને આ ઝુંબેશ ચાલુ રાખવા જણાવી પોલીસની કામગીરીને બિરદાવી હતી..
આ કામગીરી જીલ્લા હાઈવે ટ્રાફિક પોલીસ તથા ટી. આર. બી. જવાનો દ્રારા કરવામાં આવેલહતી.
રિપોર્ટર :-વિરમભાઇ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.