હડમતીયા શ્રી.પાલણપીર મેઘવાડ સમાજ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક આયોજન પ્રસંગે.
રાજકોટ શહેર તા.૧૭/૯/૨૦૨૨ ના રોજ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ગામ.હડમતીયા પાલણપીરના ગામે આપા પીર પાલણનું પૌરાણિક સ્વધામ આવેલ છે. પાલણપીર હિન્દુ મેઘવાળ સમાજ ના ઈષ્ટદેવ એટલે કે ગુરૂ દ્વારો છે. આ જગ્યા માં પાલણપીર ના મુખથી ૧૫ લાખ વેદો નું કથન કરવામાં આવેલ છે. આ વેદો માં મેઘવાળ સમાજ ને જન્મથી મૃત્યુ સુધી નો વહીવટ સમજાવવામાં આવેલ છે. અને ધર્મ નું કથન કરવામાં આવેલ છે. આ વર્ષે તા.૨૦-૯-૨૦૨૨ થી તા.૨૩-૯-૨૦૨૨ સુધીનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ જગ્યામાં પાલણપીરના મેઘવાળ સમાજના અનુયાયીઓ આવવાના છે. ગુજરાતનાં તમામ જીલ્લાઓ રાજકોટ, મોરબી, જુનાગઢ, જામનગર, અમદાવાદ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર-સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, અમરેલી, અરાવલી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, નવસારી, પાટણ, વલસાડ, મુંબઈ થી આવીને સાડા ૩ દિવસ ધર્મના આયોજનમાં ભાગ લે છે. પાલણપીરના વંશોનું જય શ્રી પાલણપીર મેઘવાડ સમાજ ટ્રસ્ટ રજી.નંબર એ/૭૦૨ મોરબી આ જગ્યા નો વહીવટ કરે છે. પણ ધર્મ વિરોધી લોકો રૂપિયા કમાવા ના બહાને આવીને આ પવિત્ર જગ્યામાં દારૂ, જુગાર, મચ્છી, માંસ, ધુમ્રપાન, પાન, માવા, ગુટકા નું સેવન કરે છે. તેમજ ગુંડા તત્વોની જેવુ ભયંકર વાતાવરણ ઊભું કરવાથી ગતગંગા ના ધર્મની લાગણી દુભાય છે. ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન PSI પરમાર સાહેબ દ્વારા હડમતીયા પાલણપીર ની જગ્યા પર સ્થળ વિઝીટ કરવામાં આવેલ હતી. તેમજ ખાત્રી આપવામાં આવેલ હતી કે જે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમજ ગુનાહિત પ્રવૃતી કરનાર શખ્સને છોડવામાં નહી આવે તેમજ ગુનો કરનાર શખ્સો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપશ્રી ને વિંનતી છે કે આપ નીચે આપેલ મુદ્દા ને ધ્યાન માં લેવા વિંનતી છે. (૧) પાલણપીરની જગ્યાના કંપાઉન્ડ થી ૧૦૦ મિટર દૂર સ્ટોલ નું પાલોટીંગ રાખવું. (૨) પલોટીંગ ના પૈસા પાલણપીર મેઘવાળ સમાજ ટ્રસ્ટ ના ખાતામાં જમા કરાવવા જેથી પાલણપીરની જગ્યા નો વિકાસ થાય. (૩) આ જગ્યામાં પાલણપીર કથિત વેદોનું પાલણપીરના વંશજોના મુખે થી કથન કરવાનું હોવાથી બહારનું ધ્વનિ પ્રદૂષણ (લાઉડ સ્પીકર) નો અવાજ બંધ કરાવવો. (૪) પાલણપીરની જગ્યાના કંપાઉન્ડ થી ૧૦૦ મિટર સુધીની જગ્યાનો ઉપયોગ પાલણપીરના અનુયાયીઓ માટે સુરક્ષિત કરવામાં આવે. (૫) તા.૨૦-૯-૨૦૨૨ થી તા.૨૩-૯-૨૦૨૨ સુધી પોલીસ બંદોબસ્ત મહિલા પોલીસ સાથે પૂરતા પ્રમાણમાં કરવામાં આવે. (૬) લાઇટ, પાણી, પોલીસ બંદોબસ્ત જે તે વિભાગને જાણ કરીને અમલીકરણ કરાવવું. જય પાલણપીર*
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.