મહિસાગર : સંતરામપુર નગરના પ્રતાપુરા મહાકાળી માતાના મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐતિહાસિક રવાડીના મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
મહીસાગર જિલ્લાનો ભાતીગળ લોક મેળો એટલે સંતરામપુરનો રવાડીનો મેળો રવાડીનો મેળો એટલે આદિવાસી સંસ્કૃતિ અને જૈન નો સમન્વય
સંતરામપુર નગરના પ્રતાપુરા મહાકાળી માતાના મેદાન ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐતિહાસિક રવાડીના મેળાનું વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
મેળાઓ માનવીના જીવનમાં ઉત્સાહ, ઉમંગ, જોમ, જુસ્સો અભિવ્યક્ત કલા સંસ્કૃતિનો આનંદ ભરે છે હર કોઇ વ્યક્તિને અભિવ્યકત કરવાની તક પ્રાદેશિક મેળામાં લોકોનો સાંપડે છે.
જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધી મહા પર્યુષણપર્વ ઉજવણી કરે છે. અને ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી(લાકડાનો અને ચાંદીનો રથ) આદિનાથ તીર્થકરની સોના-ચાંદીની પ્રતિમાને રથમાં બેસાડીને તેમની શોભાયાત્રા કાઢવામાં આવે છે.
જૈન સમાજના લોકો ડાંડીયારાસની રમઝટ બોલાવે છે અને દિવસ રાત આ રથયાત્રા ફરે છે. અને બીજા દિવસે આદિનાથ તીર્થકરની સોના-ચાંદીની પ્રતિમાને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ.
મહિસાગર.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.