વિરપુરના જોધપુર ગામે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો... - At This Time

વિરપુરના જોધપુર ગામે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો…


મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં વિજયાદશમીના તહેવાર ખૂબ જ ધામધૂમ પૂર્વક મનાવવામાં આવ્યો હતો ત્યારે વિરપુર સહિત જોધપુર ગામે પણ અહંકાર રૂપી રાવણના પૂતળાનું દહન કરીને અનોખી રીતે વિજયાદશમીના તહેવાર મનાવવામાં આવ્યો હતો સનાતન ધર્મની પરંપરા મુજબ આજના દિવસે ભગવાન રામે રાવણના અહંકાર નો નાશ કરીને તેનો વધ કર્યો હતો. રાવણ અપરાજિત છે. તેવા તેના વહેમને આજના દિવસે ભગવાન રામ દ્વારા તોડવામાં આવ્યો હતો. જેની ખુશીમાં અને અહંકાર પર સત્યના વિજયના રૂપમાં વિજયાદશમીના તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વિરપુર તેમજ જોધપુર ગામના યુવાનો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વિજયા દશમી નિમિત્તે રાવણની પ્રતિકૃતિ બનાવી રાવણ દહન કરીને દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે જોધપુર ગામે વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જોધપુર ગામના યુવાનો દ્વારા 30 ફૂટ ઊંચા રાવણની પ્રતિકૃતિનું દહન નિહાળવા આજુબાજુના વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં રાવણ દહન કરતી વખતે ઠોલ નગારા અને જય શ્રી રામના નાદથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.