રાજકોટમાં કોલ સેન્ટર મારફત 95 હજાર ફરિયાદ મળી, મેયરે કહ્યું- પેન્ડિંગ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા આદેશ કરાશે - At This Time

રાજકોટમાં કોલ સેન્ટર મારફત 95 હજાર ફરિયાદ મળી, મેયરે કહ્યું- પેન્ડિંગ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા આદેશ કરાશે


રાજકોટ મનપામાં કોલ સેન્ટર મારફત લોકો કોઈપણ મુશ્કેલી અંગે ફરિયાદ કરી શકે છે. જોકે, આ પૈકી સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ ચોકઅપ અને ઓવરફલોની મળતી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં આ અંગે 95 હજાર ફરિયાદો મળી હતી. જેમાંથી 4 હજાર જેટલી ફરિયાદોનો નિકાલ ન થયાનું સામે આવ્યું છે. આ મામલે મેયર નયના પેઢડિયાએ જણાવ્યું હતું કે, બધી પેન્ડિંગ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા આદેશો અપાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.