બોટાદ નગરપાલિકા ના સહયોગ થી વસુદૈવ કુટુમ્બકમ ની ભાવના ને ચરિતાર્થ કરવા ના હેતુ સાથે અવેડા ગેટ કન્યા શાળા ખાતે નિબંધ સ્પર્ધા યોજાઇ - At This Time

બોટાદ નગરપાલિકા ના સહયોગ થી વસુદૈવ કુટુમ્બકમ ની ભાવના ને ચરિતાર્થ કરવા ના હેતુ સાથે અવેડા ગેટ કન્યા શાળા ખાતે નિબંધ સ્પર્ધા યોજાઇ


બોટાદ નગરપાલિકા ના સહયોગ થી વસુદૈવ કુટુમ્બકમ ની ભાવના ને ચરિતાર્થ કરવા ના હેતુ સાથે અવેડા ગેટ કન્યા શાળા ખાતે નિબંધ સ્પર્ધા યોજાઇ

વિધાર્થીઓને સ્કુલ બેંગ તથા પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ
વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની “ વસુધૈવ કુટુમ્બકમ ” ની વિભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે G - 20 સમીટ -2023 નું યજમાન ભારત દેશ બન્યું છે . અને તેમાય ગુજરાત રાજ્યના આંગણે G - 20 સમીટની મહત્વની ૧૬ ઇવેન્ટ આ વર્ષમાં થવા જઇ રહી છે . ત્યારે બોટાદ નગરપાલિકા વિસ્તારમાં વસવાટ કરતા નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કાર્યક્રમોમાં સામેલ થાય તથા વધુમાં વધુ જનભાગીદારી કેળવાઈ તેવા શુભાશયથી G - 20 સમીટ -2023 અંતર્ગત ન.પ્રા.શી.સમિતિ હસ્તકની અવેડા ગેટ શાળા કન્યાશાળા ખાતે ધોરણ -૬,૭,૮ ના વિદ્યાર્થીઓ વચ્ચે નિબંધ સ્પર્ધા યોજવામાં આવેલ . સદરહું નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સ્કુલ બેગ તથા પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ . સદરહું કાર્યક્રમ સફળ બનાવવા માટે બોટાદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ડી.બી.માઢક , આચાર્ય મહેન્દ્ર ભલગામીયા , MSI દિશા જોશી , શીક્ષકઓ તથા સેનિટેશન શાખાના સ્ટાફે જહેમત ઉઠાવેલ .

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.