અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની હેરફેરના ચાર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની હેરફેરના ચાર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા તા.૧૮/૧૨/૨૦૨૩ થી તા.૩૧/૧૨/૨૦૨૩ સુધી સ્પે. ડ્રાઇવનું આયોજન કરી, નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ, વંડા તથા ખાંભા પોલીસ સ્ટેશનના વિદેશી દારૂની હેરફેરના ચાર ગુનાઓમાં સંડોવાયેલ આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેકનીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજ રોજ તા.૨૫/૧૨/૨૦૧૩ નાં રોજ અમરેલી – બાબરા રોડ ઉપરથી ફોર વ્હીલ સાથે પકડી પાડવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
વિજય ઉર્ફે સંજય ખોડુભાઈ વાળા, ૯.વ.૨૬, રહે.ખડ ખંભાળીયા, તા. જિ.અમરેલી,
નાસતા ફરતા ગુનાઓની વિગતઃ-
પકડાયેલ આરોપી વિજય ઉર્ફે સંજય ખોડુભાઈ વાળા નીચે મુજબના ગુનાઓમાં નાસતા ફરતો હતો.
(૧) સાવરકુંડલા રૂરલ પો,સ્ટે. ગુ.ર,નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૧૯૪/૨૦૨૩, પ્રોહી. કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ.
(૨) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૦૫૫/૨૦૨૩, પ્રોહી. કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ,
(૩) વંડા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૧૨૩૦૦૬૪/૨૦૨૩, પ્રોહી. કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨)મુજબ.
(૪) ખાંભા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૩૦૦૯૯/૨૦૨૩, પ્રોહી. કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૮૧, ૯૮(૨) મુજબ.
પકડાયેલ નાસતા ફરતા આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ વિગતઃ-
એક એપલ કંપનીનો આઇફોન ૧૨ પ્રો. મોડલનો મોબાઇલ ફોન કિ.રૂ.૨૦,૦૦૦/- તથા એક નોકીયા કંપનીનો કીપેઇડ વાળો મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦/- તથા એક જીયો કંપનીનું રાઉટર કિ.રૂ.૨૦૦૦/- તથા એક હુન્ડઇ કંપનીની ઓરા ફોર વ્હીલ કાર રજી. નં.જી.જે.૧૪.બી.એ.૯૭૮૨ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ .રૂ. ૫,૨૨,૫૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી. ગોહિલ તથા એ.એસ.આઇ. જિગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ. કિશનભાઇ આસોદરીયા, તુષારભાઈ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.