પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 31.10.2024 સુધી ખુલ્લું મુકાયું
(અજય ચૌહાણ દ્વારા)
પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 31.10.2024 સુધી ખુલ્લું મૂકવામાં આવે છે. જે અન્વયે
એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને ૧૨% વ્યાજ સહાય, એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨% વ્યાજ સહાય, એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨% વ્યાજ સહાય, પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના, રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના, સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના માટે પશુપાલકો આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે. બોટાદ જિલ્લાના પશુપાલકોને આ યોજનાઓનો લાભ લેવા જિલ્લા પશુપાલન અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. વધુ વિગત નજીકની પશુપાલન કચેરી અથવા ઓનલાઇન આઈ ખેડૂત પોર્ટલ પરથી મળી રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.