પીસી પીએનડીટી એક્ટ હેઠળ તબીબોનો માર્ગદર્શન વર્કશોપ યોજાયો ————— તજજ્ઞો દ્વારા હોસ્પિટલો અને ઇમેજિંગ સેન્ટરોને તબીબી કાયદાઓ અંગે અપાયું માર્ગદર્શન ————— ગીર સોમનાથ, તા.૧૦: આરોગ્ય શાખાના પીસી પીએનડીટી સેલ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછારની ઉપસ્થિતીમાં પીસી પીએનડીટી એક્ટ હેઠળ નોંધાયેલ જિલ્લાની તમામ હોસ્પિટલો અને ઇમેજિંગ સેન્ટરોને પીએનડીટી એક્ટ કાયદા અંગે તકેદારી રાખવા અને તબીબોને આ કાયદાનું સઘળું માર્ગદર્શન મળી રહે તે માટે વેરાવળ ખાતે માર્ગદર્શન વર્કશોપ યોજાયો હતો. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.અરુણ રોયે જણાવ્યું હતું કે, ગીર સોમનાથમાં સેક્સ રેશિયો ૧૦૦૦ છોકરાઓ દીઠ ૯૨૧ છોકરીઓનો છે. જે વધારવા જાગૃતિ માટે સહિયારો પ્રયત્ન કરવો જોઈશે. ઉપરાંત જિલ્લાના તમામ સોનોગ્રાફી મશીન યુઝર્સને કાયદાની તકેદારી રાખવા અને સોનોગ્રાફી કરતા તબીબને પોતાની તબીબી સેવા દરમિયાન કાયદાભંગ ન થાય તે અંગે ખાસ સૂચનાઓ આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મૂછાર દ્વારા જિલ્લામાં દીકરા-દીકરીનું જાતિ પ્રમાણ ન ખોરવાય તેમજ દીકરીના જન્મને પ્રોત્સાહન મળે તે અંગે સહિયારા પ્રયત્નોથી કામગીરી કરવી પડશે તેવી અપીલ કરી હતી. અને ડિસ્ટ્રીક પ્રોગ્રામ આસિસ્ટન્ટ યોગેશ કીંદરખેડીયા દ્વારા હોસ્પિટલને પીસીપીએનડીટી એક્ટ હેઠળ નિભાવવાના થતા તમામ રેકર્ડ, રજીસ્ટર, ફોર્મ-એફની માહિતી તેમજ સોનોગ્રાફી મશીન ખરીદ-વેચાણ કે હોસ્પિટલના નવા સોનોગ્રાફી મશીન યુઝર ડોક્ટરના આધારો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
પીસી પીએનડીટી એક્ટ હેઠળ તબીબોનો માર્ગદર્શન વર્કશોપ યોજાયો
---------------
તજજ્ઞો દ્વારા હોસ્પિટલો અને ઇમેજિંગ સેન્ટરોને તબીબી કાયદાઓ અંગે અપાયું માર્ગદર્શન
---------------
ગીર સોમનાથ, તા.૧૦: આરોગ્ય શાખાના પીસી પીએનડીટી સેલ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછારની ઉપસ્થિતીમાં પીસી પીએનડીટી એક્ટ હેઠળ નોંધાયેલ જિલ્લાની તમામ હોસ્પિટલો અને ઇમેજિંગ સેન્ટરોને પીએનડીટી એક્ટ કાયદા અંગે તકેદારી રાખવા અને તબીબોને આ કાયદાનું સઘળું માર્ગદર્શન મળી રહે તે માટે વેરાવળ ખાતે માર્ગદર્શન વર્કશોપ યોજાયો હતો.
જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.અરુણ રોયે જણાવ્યું હતું કે, ગીર સોમનાથમાં સેક્સ રેશિયો ૧૦૦૦ છોકરાઓ દીઠ ૯૨૧ છોકરીઓનો છે. જે વધારવા જાગૃતિ માટે સહિયારો પ્રયત્ન કરવો જોઈશે. ઉપરાંત જિલ્લાના તમામ સોનોગ્રાફી મશીન યુઝર્સને કાયદાની તકેદારી રાખવા અને સોનોગ્રાફી કરતા તબીબને પોતાની તબીબી સેવા દરમિયાન કાયદાભંગ ન થાય તે અંગે ખાસ સૂચનાઓ આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મૂછાર દ્વારા જિલ્લામાં દીકરા-દીકરીનું જાતિ પ્રમાણ ન ખોરવાય તેમજ દીકરીના જન્મને પ્રોત્સાહન મળે તે અંગે સહિયારા પ્રયત્નોથી કામગીરી કરવી પડશે તેવી અપીલ કરી હતી. અને ડિસ્ટ્રીક પ્રોગ્રામ આસિસ્ટન્ટ યોગેશ કીંદરખેડીયા દ્વારા હોસ્પિટલને પીસીપીએનડીટી એક્ટ હેઠળ નિભાવવાના થતા તમામ રેકર્ડ, રજીસ્ટર, ફોર્મ-એફની માહિતી તેમજ સોનોગ્રાફી મશીન ખરીદ-વેચાણ કે હોસ્પિટલના નવા સોનોગ્રાફી મશીન યુઝર ડોક્ટરના આધારો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
પીસી પીએનડીટી એક્ટનો વર્કશોપ તબીબો માટે ખૂબ જ માર્ગદર્શક રહ્યો હતો. જેમાં જિલ્લાના સોનોગ્રાફી મશીન તેમજ ઈમેજીન મશીનનો ઉપયોગ કરતા તમામ તબીબોએ હાજરી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.