જી.સી.સી.આઈ – ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઈઝડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગૌનાયલ (ગૌ ફિનાઈલ) અને પંચગવ્ય સાબુ નિર્માણ માટે ઓનલાઈન શિક્ષણ આપવા વેબીનારનું આયોજન
જી.સી.સી.આઈ – ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઈઝડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગૌનાયલ (ગૌ ફિનાઈલ) અને પંચગવ્ય સાબુ નિર્માણ માટે ઓનલાઈન શિક્ષણ આપવા વેબીનારનું આયોજન
રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયાનું વિશેષ માર્ગદર્શન
ગૌ ઉદ્યોગ ક્રાંતિ ગૌ ઉત્પાદકોને ખૂબ આર્થિક લાભ આપી રહી છે. તેમાં સ્વસ્થ અને સમૃદ્ધ ભારત સાથે "આત્મનિર્ભર ભારત" બનાવવાની વિશાળ ક્ષમતા પણ છે. ગાય ઉત્પાદનોનું નિર્માણ અને તેનો ઔદ્યોગિક ઉપયોગ વૈશ્વિક પર્યાવરણને અનુકૂળ અને વિકાસને સુનિશ્ચિત કરી શકે છે. જી.સી.સી.આઈ (ગ્લોબલ કંફેડરેશન ઓફ કાઉ બેઈઝડ ઇન્ડસ્ટ્રીઝ) એ ગાય સંબંધિત વિવિધ પરિમાણો પર કામ કરવા માટે 33 વિભાગો બનાવ્યા છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા જી.સી.સી.આઈનાં સંસ્થાપક છે. વિશ્વ સમક્ષ સંશોધન કરીને હકીકતો રજૂ કરવા માટે જી.સી.સી.આઈ એ આધુનિક અભિગમ અને ટેકનોલોજી સાથે ભારતીય ગાય અને તેના દૂધ પર સંશોધન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જી.સી.સી.આઈ – ગ્લોબલ ફેડરેશન ઓફ કાઉ બેઈઝડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગૌનાયલ એટલે ગૌ ફિનાઈલ અને પંચગવ્ય સાબુ નિર્માણ માટે ઓનલાઈન શિક્ષણ આપવા વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં અયોધ્યાનાં રાજા સિંહ દ્વારા ગૌ ફિનાઈલ અને પંચગવ્ય સાબુ નિર્માણ કેવી રીતે કરવું તેનું શિક્ષણ આપવામાં આવશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી, પૂર્વ સાંસદ, શતકવીર રક્તદાતા ડૉ. વલ્લભભાઈ કથીરિયા વિશેષ માર્ગદર્શન આપશે. આ વેબિનાર 30 નવેમ્બર, બુધવારનાં રોજ સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આ વેબીનારમાં ગુગલ મિટ લિંક https://meet.google.com/xad-fmuq-hij દ્વારા જોડાવાનું રહેશે. સૌને ગાય ઉદ્યમિતાનાં આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા વિનંતી છે. ગૌશાળાઓ – પાંજરાપોળો અને ગૌ ઉદ્યમિઓને આ તાલીમ કાર્યક્રમ સાથે જોડીને તેમજ ગૌપાલકોની આવકમાં વધારો કરવા અને ગૌશાળા પાંજરાપોળ સ્વાવલંબી બનાવવા જી.સી.સી.આઈ દ્વારા પ્રયત્નો થઇ રહ્યા છે. વિશેષ માહિતી માટે પૂરીશ કુમાર (મો. 8853584715), મિત્તલ ખેતાણી (મો.9824221999), અમિતાભ ભટ્ટનાગર (મો. 8074238017) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.