સાણંદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રમજાન ઈદની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી - At This Time

સાણંદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રમજાન ઈદની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી


અમદાવાદ : સાણંદ

સમગ્ર ભારત દેશમાં આજે રમઝાન ઈદ ની ઉજવણી કરવામાં આવી રહી છે.

તમામ દેશવાસીઓને એટ ધીસ ટાઇમ ન્યુઝ પરિવાર તરફથી રમજાન ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા જ દેશભરમાં ઈદ-ઉલ-ફિત્ર એટલે કે રમજાન ઈદની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદના સાણંદમાં વિરોચનનગર મુકામે ઇદગાહ ખાતે, છારોડી, કલાણા, ગીબપુરા, સાણંદ શહેર સહિતના વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં સામૂહિક ઇદની ખાસ નમાજ અદા કરી હતી, અને નમાઝ બાદ દેશમાં શાંતિ , ભાઈચારો, અમન તેમજ કોમી એખલાસ જળવાઈ રહે તે માટે પ્રાર્થના (દુઆ) કરીને બધા જ ભેદભાવ ભૂલીને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર માસ એટલે રમઝાન મહિનો જેમાં એક મહિના સુધી મુસ્લિમ ભાઈઓ અને બહેનો પૂરો મહિનો ખુદાની બંદગી સાથે પવિત્ર રોજા રાખતા હોય છે અને રાત્રે તરાવીની નમાજ પઢતા હોય છે.

રમજાન માસ પૂર્ણ થતાની સાથે ચાંદ દેખાતા બીજા દિવસે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવે છે.

ઈદની ખુશીને બમણી કરવા માટે મુસ્લિમ બિરાદરો ઘરે આવેલા મહેમાનો નું સ્વાગત શિર-ખુર્મા ખવડાવીને કરે છે.

ખાસ કરીને વાત કરીએ તો ઈદના તહેવારને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાણંદ જીઆઇડીસી પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

..✍🏻 બ્યુરો રિપોર્ટ ફઝલખાન પઠાણ એટ ધીસ ટાઇમ ન્યુઝ સાણંદ અમદાવાદ 📹..


9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image