ખતરાની ઘંટડી, ગંગાની સહાયક નદીઓની તબિયત કથળી રહી છે, પાણીમાંથી ફ્રેન્ડલી બેક્ટેરિયા ગાયબ થઈ રહ્યા છે
નવી દિલ્હી,તા.13 ઓગસ્ટ 2022,શનિવારઉત્તરાખંડમાંથી નીકળતી ગંગાની સહાયક નદીઓ અલકનંદા અને ભાગીરથીની તબિયત કથળી રહી છે.આ બંને નદીઓના પાણીને આરોગ્યપ્રદ બનાવતા માઈક્રો ઈનવર્ટેબ્રેટસ એટલે કે ફ્રેન્ડલી બેક્ટેરિયા વધતા જતા પ્રદુષણના કારણે તેમાંથી લુપ્ત થઈ રહ્યા છે.ઈન્ડિયન વાઈલ્ડ લાઈફ સોસાયટીના એક રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. ભાગીરથી નદીના ગૌમુખથી લઈને દેવપ્રયાગ સુધી સંખ્યાબંધ જગ્યાએ નદીના પાણીમાં આ ફ્રેન્ડલી બેક્ટેરિયા રહ્યા જ નથી અથવા તો બહુ ઓછી માત્રામાં છે. આ જ સ્થિતિ અલકનંદા નદીમાં જોવા મળી છે.વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, ફ્રેન્ડલી બેક્ટેરિયાની ઓછી સંખ્યા એ વાતનો નિર્દેશ કરી રહી છે કે, પાણીની ગુણવત્તા યોગ્ય નથી.પાણીની તબિયત બગડવા પાછળનુ કારણએ છે કે, નદીઓના કિનારે થઈ રહેલા વિકાસ કાર્યો તેમજ ઓલ વેધર રોડ બનાવવાની કામગીરી દરમિયાન જે કાટમાળ નીકળે છે તે સીધો જ નદીમાં ફેંકવામાં આવી રહ્યો છે.નદીઓના કિનારે વસેલા શહેરો અને ગામડાનુ ગંદુ પાણી ટ્રીટમેન્ટ વગર નદીમાં છોડાઈ રહ્યુ છે.વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, ગંગાના પાણીમાં બેટ્રિયાફોસ નામના ફ્રેન્ડલી બેક્ટેરિયા હોય છે. જે ગંગાજળની અંદરના અનિચ્છિય પર્દાર્થોને ખાતા રહે છે. આ સિવાય ગંગાજળમાં ગંધકની પણ બહુ મટી માત્રા હોવાથી તેની શુધ્ધતા યથાવત રહે છે. તેના કારણે ગંગાજળ લાંબા સમય સુધી ખરાબ નથી થતુ.વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, આ બે કારણોના લીધે ગંગાનુ જ્યાં ઉતપત્તિ સ્થાન છે તે જગ્યાથી એક જ કિલોમીટરની અંદરથી ગંગાનુ પાણી જાતે જ સફા થવા માંડે છે. સાથે સાથે ગંગા નદીના પાણીમાં ઓક્સિજન શોષવાની અદભૂત ક્ષમતા છે અને બીજી નદીઓના મુકાબલે તેનુ પાણી 20 ગણી વધારે ગંદકીને પચાવી શકે છે.વૈજ્ઞાનિકોની ટીમનુ કહેવુ છે કે, જે ધારાધોરણોના આધારે ગંગાની સહાયક નદીઓના પાણીની શુધ્ધતા માપવામાં આવી હતી તેના આધારે કહી શકાય કે, નદીના પાણીની શુધ્ધતા ખતરામાં પડી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.