રાજકોટમાં બપોરે આકરો તાપ રાત્રે ઠંડો પવન ફૂંકાયો
શહેરમાં 3 ડિગ્રી તાપમાન વધ્યું, સવારે પવનની ઝડપ 12 કિલોમીટરની રહી
રાજકોટમાં શનિવારે સવારે 12 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. તેમજ સવારે થોડીવાર માટે વાદળછાયું વાતાવરણ પણ રહ્યું હતું, પરંતુ સવારે 10 કલાક બાદ રાબેતા મુજબ તડકો નીકળ્યો હતો. શનિવારે સૌરાષ્ટ્રમાં સૌથી નીચું લઘુતમ તાપમાન પોરબંદરમાં 15.4 ડિગ્રી અને મહત્તમ તાપમાન સૌથી ઊંચું રાજકોટમાં 32.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાનનો પારો 3 ડિગ્રી વધ્યો હતો. સવારે પવનની ઝડપ વધુ હોવાને કારણે થોડીવાર માટે ઠંડીનો અનુભવ થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.