વડોદરા : એગ્રો ઓર્ગેનિક લી. સાથે ઠગાઈ: કેમિકલનો જથ્થો કાઢી લઇ પાણી ભરી દીધું - At This Time

વડોદરા : એગ્રો ઓર્ગેનિક લી. સાથે ઠગાઈ: કેમિકલનો જથ્થો કાઢી લઇ પાણી ભરી દીધું


વડોદરા,તા.30 જુન 2022,ગુરૂવારવડોદરા શહેર નજીક રણોલી જીઆઇડીસીથી જાપાન માટેનો કેમિકલનો જથ્થો ભરી નીકળેલ ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરી તેના સ્થાને પાણીનો જથ્થો ઉમેરી કંપની સાથે છેતરપિંડી આચરવાની સાથે લાખો રૂપિયાની કિંમતના કેમિકલનું નુકસાન પહોંચાડવા મામલે કંપનીએ ટેન્કર ચાલક વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.  અત્રે નોંધનીય છે કે, કન્ટેનર જહાજ મારફતે જાપાન પહોંચ્યા બાદ કેમિકલમાં પાણીનો ઉમેરો થયો હોવાની વિગતો સપાટી પર આવતા જાપાનથી કન્ટેનર પરત રણોલી આવી પહોંચ્યું હતું.ગાંધીધામ કચ્છના રહેવાસી અને ગાંધીધામ ખાતે આવેલ જે આર રોડલાઇન્સમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ રાવલે ફરિયાદ નોંધાવી હતી કે, અમારી કંપની વિવિધ કંપનીઓના માલના ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે. શહેરના રણોલી જીઆઇડીસી ખાતે પણ અમારી એગ્રો ઓર્ગેનિક લિમિટેડ નામે કંપની કાર્યરત છે. જ્યાંથી મને જણાવ્યું હતું કે, જાપાનની ઈથો ઓઇલ કેમિકલ્સ કં.લી. કંપનીને કાસ્ટોર ઓઇલ ફેટ્ટી એસીડ કોન્ડન્સડ મુદ્રા પોર્ટથી જાપાન એક્સપોર્ટ કરવાનું છે. જેથી અમારી કંપનીની માલિકીનું ટ્રેલર ડ્રાઇવર કોજારામ હીરારામ ચૌધરી ( રહે- રાજસ્થાન ) સાથે મોકલી આપ્યું હતું.  18 ડિસેમ્બરના રોજ ઉપરોક્ત મુજબનું ૧૯.૩૬૫ મેટ્રિક ટન મટીરીયલ ભરી ટેન્કર રવાના થયું હતું. મુન્દ્રા અદાણી પોર્ટ જહાજ મારફતે કન્ટેનર જાપાન મોકલી આપ્યું હતું. ત્યારબાદ કંપનીએ મોકલેલા કન્ટેનરમાં ચારથી પાંચ મેટ્રિક ટન પાણીનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું. અને કન્ટેનર જાપાનથી પરત રણોલી પહોંચ્યું હતું.  દરમિયાન ડ્રાઇવરે આ ટ્રીપ પૂરી કરી નોકરી છોડી દીધી હતી. ડ્રાઇવરે કન્ટેનર માંથી મટીરીયલ કાઢી તેના સ્થાને પાણીનો જથ્થો ઉમેરી છેતરપિંડીની ઘટનાને અંજામ આપ્યો હતો.બનાવ સંદર્ભે જવાહરનગર પોલીસે ટેન્કર ચાલક વિરુધ્ધ છેતરપીંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.