ફ્રાન્સમાં હાઇવે પર ઇલેક્ટ્રિક કેબલ સાથે અથડાયું જેટ:3 લોકોનાં મોત, દુર્ઘટનાના અડધા કલાક પહેલા જ ઉડાન ભરી
ફ્રાન્સની રાજધાની પેરિસમાં રવિવારે એક ખાનગી જેટ ઇલેક્ટ્રિક વાયર સાથે અથડાયું હતું. તેમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોનાં મોત થયા હતા. બ્રિટિશ મીડિયા હાઉસ મેટ્રો અનુસાર, આ ઘટના સ્થાનિક સમય અનુસાર સાંજે 4 વાગ્યે બની હતી. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના નેશનલ હાઈવે A4 પર બની હતી અને જેટ ક્રેશના અડધા કલાક પહેલા જ ઉડાન ભરી હતી. પ્લેનનું મોડલ સેસ્ના 172 છે. જેટનો ઉપરનો ભાગ પાવર કેબલ સાથે અથડાયો, જે હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રીક પાવર કેબલ હતો. જે બાદ જેટમાં આગ લાગી હતી. પોલીસે જણાવ્યું કે હાઇવે બંને બાજુથી બંધ હતો અને રેસ્ક્યુ ટીમે સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેટ ઉડાડનાર પાયલટને ગયા વર્ષે જ તેનું લાઇસન્સ મળ્યું હતું. પાયલોટને 100 કલાક જેટ ઉડાવવાનો અનુભવ હતો. તસવીરોમાં જુઓ અકસ્માત... અધિકારીઓએ નેશનલ હાઈવે પર જેટ ટેકઓફ કરવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા
ઉડ્ડયન મંત્રાલયે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં A4 નેશનલ હાઈવે પર બે પ્રાઈવેટ જેટનો અકસ્માત થયો છે. આ પહેલા પણ સ્થાનિક અધિકારીઓએ અહીંથી પ્લેન ટેકઓફ કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રજાનો દિવસ હતો તેથી હાઇવે પર વાહનોની સંખ્યા વધુ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.