‘સ્વચ્છતા હી સેવા’ના ભાગરૂપે બોટાદ જિલ્લાના તાલુકાઓમાં “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - At This Time

‘સ્વચ્છતા હી સેવા’ના ભાગરૂપે બોટાદ જિલ્લાના તાલુકાઓમાં “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


(અસરફ જાંગડ દ્વારા)
‘વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો’, ‘વૃક્ષો વાવો, વરસાદ લાવો’ આવા ઘણા સૂત્રો આપણે સાંભળ્યા જ હશે. અને ખરા અર્થમાં પર્યાવરણને બચાવવા અને આપણા ભાવી પેઢીને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે આપણે વૃક્ષો તો રોપણ કરવા જ જોઈએ. તેથી જ તો સરકારશ્રી દ્વારા વૃક્ષારોપણ માટે અને સ્વચ્છતા અંગે અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે 17 સપ્ટેમ્બર થી 31 ઓક્ટોબર 2024 સુધી ઉજવવામાં આવી રહેલા સ્વચ્છતા હી સેવા પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના અંકેવાળીયા, રાણપુર તાલુકાના અણીયારી-કસ્બાતી અને ગઢડા તાલુકાના મોટા સખપર સહિતના ગામોમાં “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ગામોના ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામ લોકો જોડાયા હતા, અને ગામના જાહેર સ્થળો નજીક તેમજ વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.